Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સરકાર પાસે ૧૪૦૦ એમ્બ્યુલન્સ તૈયાર-દવા માટે સરકાર પાછીપાની નહી કરેઃ રૂપાણી

સંભવિત ત્રીજી વેવ માટે રાજય સરકાર દ્વારા એકસશન પ્લાન ઘડાયો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૪ :. આજે બપોરે ૩ વાગ્યે સચિવાલય સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવની સંયુકત પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે સમગ્ર વિશ્વમાં કોરોના સામે આપણે ઝઝુમી અને આપણે ખૂબ મોટો સંઘર્ષ કરવો પડયો છે. જેના કારણે નાની મોટી સમસ્યાઓ ઉભી થઈ છે. આજે ૧૪૫૦૦ કેસો આવતા હતા તેમા આજે હજારથી ઓછા કેસો પર આપણે આવી રહ્યા છે. તજજ્ઞો હજુ પણ આને ગંભીરતાથી લઈ રહ્યા છે.

ત્રીજા વેવની તૈયારીઓ આપણે કરી દીધી છે ઓકિસજનથી માંડી હોસ્પીટલની વ્યવસ્થા કરવામાં આવી છે. આનો એકશન પ્લાન તૈયાર કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ત્રીજી કોરોના લહેરની સામે સંપૂર્ણ રીતે તૈયારીઓ કરવામાં આવી રહેલ છે. ગઈકાલે રીકવરી રેટ ૯૭.૫ થયો છે. બીજી લહેરમાંથી આપણે બહાર આવી રહ્યા છીએ.

આવનારા દિવસોમાં કેસો વધે તો સરકાર પહોંચી વળવા તૈયાર છે.

સરકાર દ્વારા તજજ્ઞો સાથે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી છે. જેમાં ચાર પ્રકારની આમા વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે.

વિશ્વના દેશોમાંથી બનતા કેસોની ચર્ચા અને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે ઈન્ટેલીજન્ટ ટીમ તૈયાર કરવામાં આવેલ છે.

જરૂરી દવાઓ પુરતા પ્રમાણમાં દરેકને મળી રહે તે માટે પુરતી તૈયારી કરવામાં આવી રહી છે. કોરોનાનો સામનો કરવા સરકાર સતત તત્પર છે.

જરૂરી તમામ જિલ્લાઓની બેડની પુરી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેકને પુરતી વ્યવસ્થા અને સેવાઓ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

એમ્બ્યુલન્સની પુરતી સેવાઓ પુરી પાડવામાં આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

સરકાર દ્વારા પ્રજાને કોઈ તકલીફ ન પડે બે માટે રાજ્યની તમામ હોસ્પીટલોમા સતત મોનીટરીંગ કરી પુરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર પોતાના સતત પ્રયત્નો કરી રહી છે. સાથે સાથે પ્રજાનો સહયોગ જરૂરી છે. પ્રજાએ પણ થોડી કાળજી લેવાની જરૂર છે.

રાજ્ય સરકાર પોતાના પ્રયત્નો કરી રહી છે. આજની તારીખે એક વાત યાદ કરવી જરૂરી છે.

સૌનો સાથ સૌનો વિકાસ વર્તમાન પરિસ્થિતિમાં સરકાર અને પ્રજા બન્ને પક્ષે સાથ સહકાર જરૂરી છે.

ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને વેકસીનમાં અગ્રેસર છે. બે કરોડ લોકોએ ગઈકાલ સુધી લાભ લીધો છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે રાજ્ય સરકાર પાસે ૧૪૦૦ એમ્બ્યુલન્સ તૈયાર છે અને દવા માટે સરકાર પાછી પાની નહી કરે.

(5:04 pm IST)