Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જે કેન્દ્ર પર રસીનો પૂરતો જથ્થો હશે ત્યાં ૧૮ થી ૪૪ વચ્ચેનાને ઓનલાઇન નોંધણી વિના પણ અપાશે

કેન્દ્રએ આપેલ છુટ મુજબ રાજય સરકાર દ્વારા અઘોષિત અમલ

રાજકોટ તા.૧૪ : રાજય સરકાર દ્વારા કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે દરરોજ ર થીરાા લાખ લોકોને  રસી અપાઇ રહી છે ૪પ વર્ષથી ઉપરના લોકોએ રસી મુકાવવા અગાઉથી નોંધણી કરાવવી જરૂરી નથી. ૧૮ થી ૪૪ વર્ષ વચ્ચેના માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત છે કેન્દ્રએ આપેલ છુટ મુજબ હવે રાજય સરકારે રસીકરણ કેન્દ્રમાં રસીનીઉપલબ્ધી અને સમયની અનુકુળતા મુજબ ઓનલાઇન નોંધણી વિના પણ રસી આપવાનું નકકી કર્યાનું જાણવા મળે છે.

સેંકડો લોકોએ રસી મુકાવી દીધી હોવાથી હવે રસીકરણ કેન્દ્રો પર ટ્રાફીક ઘટયો છે. ઓનલાઇન નોંધણી પણ સરળ બની છે જે કેન્દ્રો પર જેતે દિવસે રસીના પુરતો જથ્થો હોય અને સમયની અનુકુળતા હોય તો પાત્રતા ધરાવતા ૧૮ થી ૪૪ વર્ષ વચ્ચેના લોકોને ૪પ વર્ષની ઉપરનાની જેમ સ્થળ પર જ નોંધણી કરી રસી આપવાનો નિર્ણય કર્યો છે આ અંગે સત્તાવાર જાહેરાત વિનાજ રસી કેન્દ્રોને સુચના આપી દેવામાં આવ્યાનું સરકારી સુત્રો જણાવે છે ઓનલાઇ નોંધણીની પ્રક્રિયા ન જાણતા અથવા તકલીફ અનુભવતા લોકો માટે સીધી સ્થળ પર નોંધણીની પધ્ધતિ રાહતરૂપ છે.

(5:07 pm IST)