Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

વર્લ્ડ સુમીટમા આઈકોનિક લીડર શિપ એવોર્ડથી જાણીતા મહિલા શિક્ષણવિદ ડો.ઈન્દુ રાવ વિભૂષિત

ગુજરાતની આન, બાન અને શાનનો વિશ્વ લેવલે ડંકો વગાડતા વેલુર ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ડાયરેકટર : ૧૦૦થી વધુ ટોચના શિક્ષણ તજજ્ઞોની ઓનલાઈન ઉપસ્થિતિમાં વ્યકિતગત શ્રેણીમાં પસંદગીઃ એશિયા અને મિડલ ઈસ્ટના જાણીતા ઈલિટ્સ ટેકનોલોજી પ્રા.લી.દ્વારા આયોજનઃ અભિનંદનની અભિવ્યકિત અપરંપાર

 રાજકોટ ,તા.૧૪: ગુજરાતના જાણીતા મહિલા શિક્ષણવિદ અને સાઉથ ભારતની દેશની પ્રતિષ્ઠિત વી. આઈ.ટી.ના ડિરેકટર તરીકે સેવા આપતા શ્રીમતી ઇન્દુ રાવને વર્લ્ડ  એજ્યુકેશન સુમિટ ૨૦૨૧ હાયર એજ્યુકેશનમા આઇકોનિક લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવતા ગુજરાતને મોટુ ગૌરવ પ્રાપ્ત થતાં ગુજરાતના શિક્ષણ જગત અને આઇપીએસ અઘિકારીઓ અને પોલીસ તંત્ર સહિત સમગ્ર ગુજરાતમાં  હર્ષની લાગણી સાથે અભિનંદન અભિવ્યકિત સતત થઈ રહી છે.        

પ્રવર્તમાન કોરોના મહામારી અંતર્ગત ઓન લાઇન કાર્યક્રમ યોજાયા છતાં જાણે પ્રત્યક્ષ કાર્યક્રમ હોય તે પ્રકારની ભવ્યતાના દર્શન સાદગીમાં ઝળકી રહ્યા હતા.          

૧૦૦ થી વધુ ફેકલ્ટીના દેશ વિદેશના ટોચના શિક્ષણ તજજ્ઞોની ઉપસ્થિત વાળા આ ગૌરવપૂર્ણ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ડોકટર ઇન્દુ રાવને આઇકોનિક લીડરશીપ એવોર્ડ વ્યકિતગત ક્ષેણીમા મળ્યો છે,જે પણ એક અનેરી સિદ્ધિ છે.      

'અકિલા' સાથેની વાતચીતમાં ડો.ઇન્દુ રાવે જણાવેલ કે વડા પ્રધાન ભારત શિક્ષણક્ષેત્રે ખુબો પ્રગતિ કરે તેવી યોજનાઓ તૈયાર કરી આ દિશામાં અથાગ પ્રયત્ન કરે છે, જેને કારણે લક્ષ્મી નહિ ખરેખર સરસ્વતીના સાધકો ભેગા થાય છે ત્યારે તજજ્ઞો દ્વારા જે વિચાર વલોણું થાય છે  તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયક છે,તેવો દ્વારા વિશેષમાં એમ પણ જણાવાયેલ કે વિદેશમાં જ ફકત શ્રેષ્ઠ શિક્ષણ મળે છે તેવું નથી દેશમાં પણ વર્લ્ડની ટોપ કલાસ યુની.છે, પણ લોકોને આ બાબતની પૂરી જાણકારી નથી. ગુજરાતના સિનિયર આઇએએસ અને આઇપીએસ અધિકારીઓના સંતાનો પણ વી. આઈ.ટી.મા છે.        

અત્રે યાદ રહે કે  ડો.ઇન્દુ રાવ ગુજરાતના કાર્યદક્ષ એવા સિનિયર આઇપીએસ ડો. કે. એલ.એન.રાવના ધર્મ પત્ની છે,તેઓ દ્વારા ગુજરાતના હીરા ઉધોગ પર ખૂબ માહિતીપ્રદ પુસ્તક લખી,યુવાનો માટે રોજગારીની નવી દિશા ચીંધી હતી.

(5:42 pm IST)