Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રાધનપુર તાલુકામાં સસ્તા અનાજની દુકાનના ગોડાઉનમાંથી 300 બોરી મીઠાનો જથ્થો ફેંકી દેવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી

રાધનપુર:તાલુકામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અંતોદય અને બીપીએલ કાર્ડ ધારકો માટે સસ્તા અનાજની દુકાન પર ફાળવવામાં આવતો અનાજનો જથ્થો ગોડાઉનમાંથી ઓછો આવતો હોવાની બૂમરાડો વચ્ચે સરકારી આયોડીનયુક્ત મીઠાની ૩૦૦ થી વધુ બોરીનો જથ્થો પુરવઠા ગોડાઉનમાંથી ગોડાઉન મેનેજર દ્વારા બારોબાર ફેંકી દેવામાં આવ્યો હતો.

રાધનપુર મેમદાવાદ રોડ પર આવેલ કાચી કેનાલના નાળા પર સરકાર દ્વારા પુરવઠા ગોડાઉનમાં ફાળવવામાં આવેલ આયોડીનયુક્ત મીઠાની ૩૦૦ જેટલી બોરીઓ ફેંકી દેવામાં આવી હતી.ગરીબ અને મધ્યમ પરિવારના સ્વાસ્થ્યની ચિંતા કરી આભાર પરિવારોના ઘરમાં આયોડીન યુક્ત મીઠું પહોંચે તેના માટે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવેલ છે.પરંતુ રાધનપુર તાલુકામાં આયોડીન યુક્ત મીઠું ગરીબ પરિવારોના ઘરમાં પહોંચાડવાને બદલે ૩૦૦ જેટલી બોરીઓ રોડની બાજુમાં નાખી દેવામાં આવી છે. જાહેર રોડ ની બાજુમાં નાખવામાં આવેલ મીઠાની બોરીઓ પર ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશન નો માર્કો મારેલો જોવા મળતો હતો જ્યારે મોરિયો ની અંદર મીઠાની એક કિલો પેકિંગ ની કલ્પતરુ ટ્રેડમાર્ક વાળી થેલી હતી મીઠા ની થેલી પર મેન્યુફેક્ચર્સ તા. ૩/૨૦૨૧ એટલે કે તાજેતરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું હતું. આ મીઠા ની થેલીઓ સસ્તા અનાજની દુકાન પર અનાજ લેવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને દુકાનદાર દ્વારા આપવાની હોય છે પરંતુ મીઠા નો જથ્થો લોકો સુધી પહોંચે તે અગાઉ ગોડાઉનમાંથી બારોબાર ફેંકી દેવામાં આવ્યો હોવાનું માલૂમ પડતું હતું મીઠાનો જથ્થો નાખવામાં આવ્યો હતો તેની બાજુના ખેતરવાળાએ પૂછતા તેઓએ જણાવેલ કે રાત્રિના સમયે વાહનમાં ભરી લાવી આ મીઠાનો જથ્થો અહીં નાખવામાં આવેલો છે. 

 

(6:15 pm IST)