Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

અમદાવાદ સિવિલમાં બાળકો માટે ૩૦૦ બેડ તૈયાર રખાયા

કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે પગલા : કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લઈ અમદાવાદ સિવિલ હૉસ્પિટલનું તંત્ર અત્યારથી જ તૈયારીમાં લાગ્યું

અમદાવાદ, તા. ૧૪ : હાલ રાજ્ય અને દેશમાં કોરોના વાયરસના કેસ હાલ ઘટ્યા છે પરંતુ બીજી લહેર દર્દીઓ માટે ઘાતક રહી હતી. બીજી બાદ હવે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે. સંભાવનાઓને જોતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ સજ્જ થઈ ગઈ છે. બાળકોની સારવાર માટે અહીં ૩૦૦ બેડ વધારવામાં આવ્યા છે. ઉપરાંત ડૉક્ટર્સ સહિત નર્સિંગ અને મેડિકલ સ્ટાફને ટ્રેનિગ આપવાનું શરૂ કરી દેવાયું છે.

કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લઈ અમદાવાદ સિવિલ હૉસ્પિટલનું તંત્ર અત્યારથી તૈયારીમાં લાગી ગયું છે. ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતાને લઈ બાળકો માટેના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. સિવિલ કેમ્પસમાં ચાલતી ,૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં બાળકો માટેના  ૩૦૦ બેડ વધારવામાં આવ્યા છે. જેમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોકટર્સ, નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દેવાયું છે.

અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ જે. પી. મોદીએ જણાવ્યું હતં કે, પ્રતિરોજ ૫૦થી ૬૦ મેડિકલ સ્ટાફને ટ્રેનિંગ  આપવામાં આવશે. ૩૦૦ બેડની કેપેસિટીના નોમ્સ પ્રમાણે તમામ સ્ટાફને ટ્રેનિગ અપાશે. ઉપરાંત ય્સ્જીઝ્રન્ દ્વારા ૧૫૦ વેન્ટિલેટર સપ્લાય અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાશે. હાલ સિવિલ હોસ્પિટલમાં દ્ગૈંઝ્રેં અને ઁૈંઝ્રેં ના ૪૫-૪૫ વેન્ટિલેટરથી બેડ તૈયાર કરાયા રાખવામાં  આવ્યા છે.

સિવિલ હોસ્પિટના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના વડાં ડૉ. બેલાબેનએ જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટાફ માટે તૈયાર કરાયેલ ટ્રેનિગ મોડ્યુલ અંતર્ગત બાળક આવે ત્યાંથી લઈ તેની ક્યાં પ્રકારની ટ્રીટમેન્ટ કરવી, બાળક ક્રિટિકલ હોય તો ICUમાં શિફ્ટ કરવા, નાનું બાળક હોય તો NICUમાં શિફ્ટ કરવા સહિતની કામગીરી ટ્રેનિગ દરમિયાન શીખવવામાં આવશે. બાળકોને કઈ રીતે ડ્રગ આપવી? શું મોનિટર કરવું વગેરેની ટ્રેનિગ આપવામાં આવશે. જો બાળક વેન્ટિલેટર પર હોય તો ક્યાં પેરામીટર જોવાના તે તમામ બાબતો શીખવવામાં આવશે. તેમના કહેવા પ્રમાણે ૧૦૦ મેડીકલ ઑફિસરની પણ મદદ લેવામાં આવશે. ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં બાળક સાથે તેના પેરન્ટ્સ રાખવું પડે તેવી સ્થિતિ હોય તો તેમને કેવી રીતે સાથે રાખી શકાય તે વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ. સામાન્ય રીતે બાળક સાથે તેની માતાને રાખવામાં આવે છે, આથી તેમણે વેક્સીન લીધી છે કે કેમ તે તમામ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવશે. મહત્ત્વનું છે કે ત્રીજી લહેર આવે તે પહેલાં દરેક માતાપિતા કે જેમના ઘરમાં નાનું બાળક છે તેઓને અચૂક વેકસીન લેવાની અપીલ તબીબો કરી રહ્યા છે.

(8:00 pm IST)