Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જીતગઢ ડેમ નજીક પુરપાટ જતી મોટરસાયકલ સામે ડુક્કર આવી જતા ચાલકનું સારવાર દરમ્યાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતગઢ ડેમ નજીક બાઈક લઈ પુરપાટ જતા ચાલકની બાઈક સામે એક ભૂંડ આવી જતા ચાલાકનું મોત નીપજ્યું હતું
 મળતી માહિતી એનુસાર જીતગઢ ડેમથી સુંદરપુરા ગામ તરફ જવાના રોડ ઉપર મોટરસાયકલ નંબર જીજે.૨૨.એમ.૬૨૩૪ની પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવતા ચાલક દિનેશ મણીલાલભાઈ વસાવા (ઉ.વ.૨૭ ) ( રહે. જુનારાજ તા.નાંદોદ) ની બાઈક સામે ભુંડ રોડ ક્રોસ કરતા તેની મો.સા સાથે અથાડતા દિનેશભાઇ ને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન વડોદરા સયાજી હોસ્પીટલમા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

(11:06 pm IST)