Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ગરુડેશ્વર બે ગામોની સહકારી મંડળીના ખોટા ઠરાવ કરનાર સામે પોલીસ ફરિયાદ

ભરૂચ જિલ્લા સહકારી બેન્કની ચૂંટણીમાં સત્તા મેળવવાની રમત શરુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના બે ગામોની સહકારી મંડળીઓ દ્વારા તેમની મંડળીના નામે ખોટા દસ્તાવેજ ઉભા કરી ઠરાવો કરી જિલ્લા સહકારી બેન્ક ની ચૂંટણી માટે રજુ કરનાર વ્યક્તિઓ સામે બે મંડળી તરફથી ગરુડેશ્વર પોલીસ મથકે ફરિયાદ અપાતા જિલ્લાના સહકારી ક્ષેત્રેમાં ચકચાર મચી જવા પામી છે
  પ્રાપ્ત માહિતી મુજબ આગામી દિવસોમાં ભરૂચ જિલ્લા સેન્ટ્રલ કો.ઓ.બેન્ક ના ડિરેક્ટરોની ચૂંટણી યોજાનાર છે જેમાં નર્મદા જિલ્લાના ડિરેક્ટર માટે પણ ચૂંટણી યોજાશે અને તે માટે નાયબ કલેકટર ભરૂચ તરફથી ઠરાવો મંગાવી પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી જરૂરી વાંધા મંગાવવામાં આવ્યા હતા બીજી બાજુ ગરુડેશ્વરની ઘી વણજી માતા સહકારી મંડળી અને સરદાર સહકારી મંડળીના નામે બે ઠરાવો અને દસ્તાવેજો રજુ કરાતા સૌ ચોંકી ઉઠ્યા હતા અને વિવાદ શરુ થતા અધિકારીએ તપાસ  શરુ કરી હતી દરમ્યાન જે જૂની અને મૂળ મંડળી છે જે મંડળી એ બેન્ક ધિરાણ લઇ સભાસદોને ધિરાણ આપ્યું છે અને બેન્ક વ્યવહાર ચાલુ છે અને એપીએમસીની. ચૂંટણીમા મતદાન પણ કર્યું છે તેવા વણજી સહકારી મંડળીના નટુભાઈ તડવી તેમજ સરદાર સહકારી મંડળી. મીઠીવાવના કુંદનભાઈ તડવીએ તેમના ઠરાવ વચ્ચે અવરોધ ઉભો કરી મંડળીના ખોટા દસ્તાવેજો રજુ કરનાર મિતેષ લક્ષ્મણભાઇ તડવી (રહેવાસી વવીયાલા )સામે બે જુદી જુદી ફરિયાદ પોલીસ મથકે આપી હોય પોલીસે તપાસ શરુ કરી છે.
 નર્મદા જિલ્લામાં દરેક સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપના બે જૂથ સામસામે હોય છે એક જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ નું અને બીજું તેમના કાયમી હરીફ ગુજકોમાસોલ ડિરેક્ટર સુનિલ પટેલ નું ત્યારે એકજ મંડળી માં બે ઠરાવ રજુ કરવાની રાજરમત કયા જૂથ તરફથી થઇ તે પોલીસ તપાસ બાદ જાણવા મળશે.

(11:18 pm IST)