Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

પીધેલા મુન્નાભાઈ પકડાયા:વાપી સીટી હોસ્પિટલ ના તબીબનું દારૂના નશામાં દર્દીના સંબંધી સાથે ગેરવર્તન તેમજ લવારા ભારે પડ્યા પોલીસ ફરિયાદ કરાતા. મુન્નાભાઈ જેલમાં ગયા

જિતુ પટેલ નશામાં હોવાનું જણાયું હતું અને દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારે તબીબ ઉપર ગંભીર આક્ષેપ કર્યા:સિટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના મુન્નાભાઈના જેલ યોગથી વાપી વિસ્તારમાં ચકચાર

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : વાપી વૈશાલી સિનેમા નજીક આવેલી સિટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબે રવિવારે દારૂના નશામાં દર્દીના સંબંધી સાથે જીભાજોડી કરીને ગેરવર્તન કર્યુ હતું. આ બાબતે સંબંધીએ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરતા વાપી ટાઉન પોલીસ હોસ્પિટલે પહોંચીને તબીબની ધરપકડ કરતા તબીબી જગતમાં ફફડાટ ફેલાયો છે.
દમણના શંકાસ્પદ કોરોના દર્દીને વાપી વૈશાલી સિનેમા નજીક આવેલી સિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. રવિવારે રાત્રીએ અચાનક પેશન્ટની તબિયત લથડતાં નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતા ડો. જિતુભાઇ ગુલાબભાઇ પટેલનો સંપર્ક સાધ્યો હતો. જોકે, ડો. જિતુ પટેલ નશામાં હોવાનું જણાયું હતું અને દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારે તબીબ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા. ડો. જિતુ પટેલે દર્દીના સંબંધી સાથે ગેરવર્તન કરીને મનફાવે તેમ બકવાસ કરતા વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. વાપી ટાઉન પોલીસનો સ્ટાફ તાત્કાલિક સિટી હોસ્પિટલ ઉપર પહોંચીને ડો. જિતુ પટેલ રહે. નાની ઢોલડુંગરી, ધમરપુર વલસાડની ધરપકડ કરી હતી. ટાઉન પોલીસે તબીબ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મારી ઓફ ડ્યુટી હતી, અન્ય તબીબની તબિયત બગડતા આવી શક્યા ન હતા

રવિવારે મારી હોસ્પિટલમાં ઓફ ડયુટી હતી જોકે, નાઇટમાં ફરજ બજાવતા અન્ય તબીબની તબિયત બગડી જતા મારે ઇમરજર્ન્સીમાં હોસ્પિટલમાં આવવા પડ્યું હતું.

ડૉ. જીતુ પટેલ જ્યારે દર્દીનું ઓક્સિજન લેવલ ઓછુ થતાં હાલત ગંભીર, છતાં તબીબ ન આવ્યામૃતક દર્દીના પરિવારે એવો આક્ષેપ કર્યો હતો કે, રાત્રીએ દર્દીનું અોક્સિજન લેવલ એકદમ ઓછું થવાથી હાલત ગંભીર બની હતી. આ બાબતે સિસ્ટર અને અન્ય સ્ટાફ સાથે વાત કરી હતી છતાં પણ તબીબ આવ્યા ન હતા. આખરે ઓન ડ્યુટી તબીબે ગેરવર્તન કરીને ગમે તેવા લવારા કરતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવાની ફરજ પડી હતી.તેવી આક્ષેપ દર્દીના સંબંધીનો હતો

(10:52 am IST)