Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મહારાષ્ટ્રથી ગુજરાતમાં બનાવટી નોટો ઘુસાડવાના મોટા રેકેટના નેટવર્કનો પર્દાફાશ : ૪ ને રાતો રાત ઉપાડી લેવાયા

કોરોના મહામારીને કારણે નબળા પડેલ ગુજરાતના અર્થતંત્રને વધુ છિન્ન ભિન્ન થતું અટકાવવા સાઉથ ગુજરાતના વડા રાજકુમાર પાંડિયન અને વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં જબરજસ્ત સફળતા સાંપડી : પ્રાથમિક તબક્કે જ ૧૪૮ નોટો કબ્જે, પારિવારિક સાળા બનેવીની ભૂમિકા મહત્વની, વલસાડ એસઓજી પીઆઇ વી.બી.બારડ તથા એલસીબી પીઆઈ જે. એન.ગોસ્વામીની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ મૂળ સુધી પોહચવા કટીબ્ધ

રાજકોટ તા.૧૫,  કોરોના મહામારીનેે કારણે ગુજરાત સહિત દેશનું અર્થતંત્ર ભાંગી ગયું છે. ત્યારે ગુજરાતનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઇ જાય તે રીતે બનાવટી ચલણી નોટો ઘુસાડવાના કાવતરાંનો પર્દાફાશ સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને વલસાડ એસપી રાજદીપ સિહ ઝાલાના માર્ગદર્શનમાં વલસાડ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. રૂપિયા ૫૦૦ની બનાવટી નોટો સાથે ૪, શખ્સોને ઝડપી લીધા છે.                                     

 વલસાડ એસઓજી પીઆઇ વી.બી. બારડ તથા એલસીબી પીઆઇ જે.એન.ગૌસ્વામી ટીમ દ્વારા દેશના અર્થ તંત્રને સ્પર્શતી બાબત હોવાથી વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા આઇજી સાથે ચર્ચા કરી બન્ને ટીમોને કામે લગાડી હતી.

 આ દરમિયાન વલસાડ જિલ્લા ધરમપુરમાં ઝીપરુભાઈ નામના શખ્સ પાસે ૫૦૦ની કિંમતની ચલણી નોટો હોવાની બાતમી એસ.સો.જી.ના હેડ કોન્સ્ટેબલ સૈયદ વાઢુને મળી હતી.જે આધારે એસો.જી. અને એલ.સી.બી ટીમો દ્વારા ઉકત શખ્સ સહિત કુલ ,૪ ને ઝડપી લીધા હતા .

 પોલીસ દ્વારા બેંક અને એફએસએલ મારફત ચકાસણી કરાવતા નોટો બનાવટી હોવાનું ખુલવા પામ્યું છે. સમગ્ર ઘટનામાં મહત્વની ભૂમિકા ભજવી આરોપીઓને ઝડપવા અથાગ જહેમત ઉઠાવનાર પીઆઇ વી.બી.બારડે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે તેમાં ઝીપુભાઈ, પરશુ ઉર્ફે પરશુરામ,  ચિંતુંભાઈ  અને પાથૅનો સમાવેશ છે. ચિંતુભાઈ પર્શે પરિવારનો પારિવારિક સાળો છે.

કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ

ભારતીય બનાવટની રુપિયા ૫૦૦ના દરની ખોટી ચલણી નોટો નંગ ૧૪૮ કિ. રૂ.૦૦/૦૦ (૨) પીયાગો રીક્ષા નં.GJ-15-AU-6746 કિ. રૂ. ૭૦,૦૦૦ (૩) મોબાઇલ ફોન  નંગ - ૪, કિંમત ૬૫૦૦, (૪) આધારકાર્ડ, લાઇટ બીલ, પાસપોર્ટ સાઇઝના ફોટા તથા રીક્ષા રીપેરીંગનું બીલ : ડ્રાઇવીંગ લાઇસન્સની નકલ મળી કુલ મુદામાલ કિ.રૂ.૭૬૫૦૦

આરોપીઓની એમ.ઓ.

આ કામે પકડાયેલ આરોપીઓ એક બીજાની મદદગારી કરી ભારતીય બનાવટની રૂપિયા ૫૦૦ના દરની ખોટી (નકલી) ચલણી નોટો બનાવી તે ખોટી નોટોનો ખરા તરીકે ઉપયોગ કરી ધરમપુર વિસ્તારમાં તથા મહારાષ્ટ્ર રાજયના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં સરકયુલેટ કરી પોતાનો આર્થીક ફાયદો મેળવતા હતા. આરોપીઓ સામેવાળાને શંકા ન જાય તે માટે ખરી નોટોના બંડલમાં પોતાની પાસે રહેલ અમુક નોટો મુકી આ નોટો બજારમાં સરકયુલેશન મુકી દેતા હતા.

કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી તથા કર્મચારીઃ

ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.બી.બારડ તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.એન. ગોસ્વામી તથા એસ.ઓ.જી પો.સ.ઇ.શ્રી કે. જે. રાઠોડ તથા  પો.સ.ઇ.શ્રી સી.એચ. પનારા તથા પો.સ.ઇ.શ્રીે એમ બેરીયા તથા પો.સ.ઇ.શ્રી એલ.જી.રાઠોડ તથા એસ.ઓ.જી તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ અલ્લારખુ હે.કો. સૈયદ બાવન વાઢુ હેકો જયંતિભાઇ નગીનભાઇ પટેલ, પો.કો દિગ્ગજસિંહ વિક્રમસિંહ પોકો કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ પોકો કેતન ઇશ્વરભાઇ, પો.કો. કરમણભાઇ દેસાઇ, પો.કો. આશીષ કુવાડીયા નાઓ સામેલ હતા.

(1:05 pm IST)