Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આજથી ગુજરાતમાં લવજેહાદનો કાયદો અમલમાં લાલચ કે જબરદસ્તીથી હિંસા કે ધર્મ પરિવર્તન હવે શકય નથી

ગાંધીનગર, તા. ૧પઃ  ગુજરાતમાં આજથી લવ જેહાદનો કાયદો લાગુ થવા જઇ રહ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૧૫ જૂનથી તેને લાગુ કરવાની મંજૂરી આપી હતી. લાલચ કે જબરદસ્તીથી હિંસા કે ધર્મ પરિવર્તન હવે શક્ય નથી.

લવ જેહાદમાં ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઇ કરવામાં આવી છે. ધર્મ છુપાવીને લગ્ન કરવા બદલ ૫ વર્ષની કેદ અને ૨ લાખનો દંડ થશે. સગીરા સાથે લગ્ન બદલ ૭ વર્ષની કેદ અને ૩ લાખના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન કે, લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ કે ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.

કોઇપણ વ્યકિત સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યકિતની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુકત સાધનો દ્વારા અથવા લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી.

આ અંગે સાબિત કરવાનો ભાર (Burden f Prf) આરોપી, ધર્મ પરિવર્તન કરાવનાર તથા સહાયક પર રહેશે.

ગુનો કરનાર, ગુનો કરાવનાર, ગુનામા મદદ કરનાર, ગુનામાં સલાહ આપનાર તમામને સમાન પ્રકારે દોષિત ગણાશે.

આ જોગવાઇનું ઉલ્લંઘન કરનારને ૩ વર્ષથી ઓછી નહિ અને ૫ વર્ષ સુધીની કેદ અને રૂ.૨ લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે.

સગીર, સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યકિતના સંબંધમાં સજાની જોગવાઇ ૪ થી ૭ વર્ષ સુધીની કેદ અને રૂ.૩ લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે.

કોઇ નારાજ થયેલી વ્યકિત, તેના માતાપિતા, ભાઇ, બહેન અથવા લોહીની સગાઇથી, લગ્નથી અથવા દત્તક સ્વરૂપે હોય તેવી બીજી કોઇ વ્યકિત દ્વારા આવા ધર્મ પરિવર્તન તથા લગ્ન સામે જ્ત્ય્ દાખલ કરાવી શકાશે.

આ જોગવાઇઓનું પાલન ન કરનાર સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરાશે તેમજ આવી સંસ્થાને ૩ વર્ષથી ઓછી નહીં અને ૧૦ વર્ષ સુધીની કેદ તથા રૂ.૦૫ લાખ સુધીના દંડની સજાને પાત્ર થશે. આવી સંસ્થાને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ તારીખથી રાજ્ય સરકાર દ્વારા નાણાકીય મદદ કે અનુદાન મળવાપાત્ર થશે નહીં.

આ કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નીઝેબલ ગુના ગણાશે તેમજ તેની તપાસ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (Deputy Superintendent of Police ) થી ઉતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહિ.

(1:56 pm IST)