Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે સ્થળાંતરીત મજૂરો માટે સમુદાયના રસોડાં ખોલવાનો આદેશ આપ્યો

રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતરિત મજૂરો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ફરી શરૂ કરવાની જરૂરિયાત

(કેતનખત્રી) અમદાવાદઃ  રોગચાળાની બીજી વેવનો અંત આવી રહ્યો છે અને લોકડાઉન ઘટાડવા અને અર્થવ્યવસ્થાઓને ખોલવા માટે દેશભરની સરકારો દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, હવે મેન્યુફેકચરિંગ યુનિટ્સ, ઉદ્યોગો અને બાંધકામ સાઇટ્સને ફરીથી  પ્રારંભ કરવાનો સમય છે. જો કે આપણા દેશમાં પર પ્રાંતિય અને સ્થાનાંતરિત મજૂરોની એક મોટી સમસ્યા છે અને આ મજૂરો આ ભયાનક  રોગચાળા દરમિયાન ભૂખ, આશ્રય અને  બેરોજગારીની ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે તેથી  રોગચાળો પછી હવે અર્થવ્યવસ્થા સામે બજારમાં તંદુરસ્ત મજૂરી મેળવવી એક મોટી સમસ્યા બની શકે છે. આ સ્થળાંતરીત મજૂરીકારોની દુઃખદ સ્થિતિને જોતા માનનીય સુપ્રીમ કોર્ટે ૨૪મી મે ૨૦૨૧ના રોજ એક આદેશ પસાર કરી દીધા છે જેમાં દરેક  રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને તાત્કાલિક ધોરણે સમુદાય રસોડાઓ સ્થાપવા અને આ યોજનાઓનો રાજ્ય મુજબનો પ્રચાર કરવા પણ નિર્દેશ આપ્યો છે જેથી  જરૂરિયાતમંદ વ્યકિતઓ આવી યોજનાઓનો લાભ લેવાનું શરૂ કરી શકે.

શ્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે રાજ્યવ્યાપી 'શ્રમિક  અન્નપૂર્ણા યોજના' ની ઘોષણા કરી હતી અને અસંગઠિત ક્ષેત્રમાં બાંધકામ કામદારોને ગરમ પૌષ્ટિક સંપૂર્ણ ભોજન બાંધકામ સ્થળોમાં જ  દીઠ રૂ.૧૦માં આપવાનું આયોજન પણ કર્યું હતું. ૨૪૦૦૦ થી વધુ મજૂરોને આ યોજનાનું લાભ પણ મળ્યું હતું પણ સૌથી મુશ્કેલ રોગચાળાના સમયમાં જ્યારે સ્થળાંતરીઓને ખોરાકની જરૂરિયાત હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા રોગચાળા કોવિડને કારણે છેલ્લા ૧ વર્ષથી તમામ ૧૦૦ અન્નપૂર્ણા ફૂડ સ્ટોલને બંધ કરી દેવામાં આવ્યું હતું અને હવે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સૌથી વહેલી તકે તંદુરસ્ત સમુદાય રસોડુંને ફરી શરૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે અને તે મહત્વનું છે કે રાજ્ય સરકાર સમુદાય સેવાઓ ફરીથી શરૂ કરવા માટે સક્રિય તાત્કાલિક પગલાં લે.

તાજેતરમાં સુ પ્રીમ કોર્ટ દ્વારા જે હુકમ જારી કરવામાં આવ્યો છે તે અનુસાર દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત  પ્રદેશોને નિર્દેશ આપવામાં આવ્યું છે કે તે તાત્કાલિક સમુદાય રસોડા ઉભા કરે જેના માટે યોગ્ય સમય આવી ગયો છે અને ગુજરાત સરકારે ખરેખર શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ફરી થી શરૂ કરવા માટે પુનર્વિચારણા કરવી જોઈએ જેથી  સ્થળાંતર કામદારોની નવી આશા સાથે કામ શરૂ કરવા માટે આવકારી શકાય.

(3:28 pm IST)