Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ફાયર એન.ઓ.સી ન ધરાવતી બિલ્ડિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા બી યુ પરમિશન વગરની બિલ્ડીંગ અંગે કાર્યવાહીનો ધમધમાટ

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ફાયર એન.ઓ.સી ન ધરાવતી બિલ્ડિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા બી યુ પરમિશન વગરની બિલ્ડીંગ અંગે કાર્યવાહી શરૂ કરી છે.

જે અંતર્ગત અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા શહેરમાં આવેલી વિવિધ શાળાઓ, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. Fire NOC ના ધરાવતી બિલ્ડિંગોને ફાયર સેફ્ટી એક્ટ હેઠળ નોટિસ આપવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે.

ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સવારથી બપોરે 2 વાગ્યા સુધીમાં 80 જેટલી નોટિસ આપવામાં આવી છે. ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા જે શાળાઓમાં ફાયર એન. ઓ .સી નથી તેવી શાળાઓ માં વિઝીટ કરીને શાળાઓમાં ક્યાં ઇક્વિપમેન્ટ ખુટી રહ્યા છે અથવા તો ફાયર NOC માટે શું ખુટી રહ્યું છે, તે અંગે જાણ કરવામાં આવે છે તેમજ નોટિસ આપવામાં આવે છે. જેમાં 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આગામી 15 દિવસમાં શાળાઓ દ્વારા ફાયર એન ઓ સી અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો શાળાઓ પર એક્શન લેવામાં આવશે. આ અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ફાયર વિભાગ દ્વારા હાઈકોર્ટમાં જે લીસ્ટ આપવામાં આવ્યું છે, તે શાળાઓને નોટિસ આપવામાં આવી રહી છે. શાળાઓને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

(5:07 pm IST)