Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સાબરકાંઠા સહીત અન્ય વિસ્તારમાં લગ્નપ્રસંગે કોરોનાનો ડર ભૂલી લોકો મનમુકીને નાચવા લાગતા કેસ વધવાનો ભય

સાબરકાંઠા:સહિત રાજ્ય અને દેશના અન્ય રાજ્યોમાં હજુ કોરોના મહામારીએ વિદાય લીધી નથીભલે એનું સંક્રમણ ઘટયું હોય પણ કોરોના હજુ ગયો નથી આમ છતાં લગ્ન જેવા શુભ પ્રસંગોમાં લોકોને  જરાય કરોનાનો ડર ના હોય તેમ મનમૂકીને નાચી રહ્યા છેઝૂમી રહ્યા છેખૂબ મોટી સંખ્યામાં યુવાનો સોસિયલ ડિસ્ટનસિંગ જાળવવાની પરવા કર્યા વિના સાબરકાંઠાના પોશીના તાલુકામા નાડા ગામમાં એક લગ્નના વરઘોડામાં નાચી ઝૂમી રહ્યા હતા.

પોશીના તાલુકામાં કહે છે કે આમ સોશિયલ ડિસ્ટનસિંગ અને કોરોના ગાઈડલાઈનની કોઈ પરવા નહિ કરવાનો નજીકના  સમયમાં બીજો પ્રસંગ બનવા પામ્યો છે.હજુ કોરોના મહામારીની બીજી લહેર તો ખતમ થઈ નથી ત્યાં જાણે ત્રીજી લહેરને કુમકુમ કંકોત્રી લખવા સમાન બિન્દાસ નાચગાન અને અડોઅડ લોકોખાસ કરીને યુવાનો શુભ પ્રસંગ  ડીજેના તાલે નાચવા ઝૂમતા જોવા મળતા અન્ય લોકો પણ દશ્ય જોઈ અચરજ પામી ગયા હતા.

(6:04 pm IST)