Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સુરતના વરાછામાં કોઈનથી જુગાર રમાડતા વૃદ્ધને પોલીસે રંગે હાથે ઝડપી લીધા

સુરત: શહેર  ક્રાઈમ બ્રાન્ચે પાલનપુર પાટીયા કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં કોઈનથી જુગાર રમાડતા વૃદ્ધના જુગારધામમાં રેઈડ કરી સંચાલક અને અન્ય પાંચ વૃદ્ધને ઝડપી લીધા હતા. જયારે વરાછા પોલીસે લંબે હનુમાન રોડ શિલ્પાપાર્ક સોસાયટી સ્થિત સાંઈધામ એપાર્ટમેન્ટની એચ વીંગના ધાબા પર જુગાર રમતી મહિલાને ઝડપી લીધી હતી.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગત બપોરે પાલનપુર પાટીયા કૃષ્ણકુંજ સોસાયટી પ્લોટ નં.199 માં રહેતા 56 વર્ષીય રાજેશભાઈ બાબુભાઇ પટેલના ઘરે પહેલા માળે રેઈડ કરી ત્યાં કોઈનથી ચાલતું જુગારધામ ઝડપી પાડયું હતું. ક્રાઈમ બ્રાન્ચે રાજેશભાઈ ઉપરાંત દિનેશભાઇ કાંતીભાઇ પટેલ ( ..58, રહે, ફલેટ નંબર જી/302, ગાર્ડનવેલી, સ્ટાર બજારની પાછળ, કલાપી બાગ પાસે, અડાજણ, સુરત ), કુંજેશભાઈ અમરચંદ કાજી ( ..61,રહે, ડી/201, સ્તુતી એવન્યુ, સોમચિંતામણી સામે, પાલ, અડાજણ, સુરત ), ભુપેન્દ્રભાઇ ત્રિભોવનદાસ પરમાર ( ..66, રહે, 21, ગોપાલકૃષ્ણ સોસાયટી, ભૂમી કોમ્પલેક્ષની બાજુમાં, ન્યુ રાંદેર રોડ, સુરત. મૂળ રહે. તાણાગામ, તા.સિહોર, જી.ભાવનગર ), કિશોરભાઇ નરોત્તમદાસ શાહ ( ..61, રહે, વીછીયાગામ, આઠ ભાયા શેરી, તા.જસદણ,જી.રાજકોટ ) અને અરવિંદભાઇ જુગરાજભાઇ રાઠોડ ( ..59, રહે, શીવ રેસીડન્સી, ફલેટ નં.502, શંકરનગર સોસાયટી, પાલનપુર પાટીયા, સુરત. મૂળ રહે. જૈન મંદિર રોડ, સિરોઇ, રાજસ્થાન ) ને ઝડપી લીધા હતા.

(6:09 pm IST)