Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સુરતના ગોડાદરામાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડતા નશાબાજોમાં નાસભાગ મચી જવા પામી

સુરત: શહેરના ગોડાદરા પોલીસ મથકની હદમાં ગોડાદરા-ડિંડોલી રેલવે ઓવરબ્રિજની બાજુમાં ખુલ્લી જગ્યામાં પતરા તથા નેટના પડદાની આડમાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલે રવિવારે સાંજે છાપો મારતા દારૂ પીવા બેઠેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. દેશી-વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે દારૂના અડ્ડાનું સંચાલન કરતા બુટલેગરના ભાણેજ સહિત ચારને ઝડપી લેવાયા હતા.

મળેલી બાતમીના આધારે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગતસાંજે 7 વાગ્યાના અરસામાં ગોડાદરા પોલીસ મથકની હદમાં ગોડાદરા-ડિંડોલી રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલી ગટર અને ખાડીવાળી ખુલ્લી જગ્યામાં પતરા તથા નેટના પડદાની આડમાં ધમધમતા દારૂના અડ્ડા પર છાપો માર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ અડ્ડામાં પ્રવેશી તે સતાહૈ ત્યાં દારૂ પીવા આવેલાઓમાં નાસભાગ મચી હતી અને પાછળનો ભાગ ખુલ્લો હોય ત્યાંથી 20 જેટલા વ્યક્તિ ફરાર થઈ ગયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે અડ્ડાની બહાર મોપેડ પર બેસેલા શૈલેષ ઈશ્વરભાઈ રબારી ( રહે. રબારીવાસ, આસપાસ મંદિર પાસે, ગોડાદરા, સુરત ) અને અડ્ડાની અંદરથી હિતેષ સંજય ઉદાડે ( ..22, રહે.155, જયલક્ષ્મીનગર, નીલકંઠ સોસાયટી પાસે, ગોડાદરા, સુરત ) અને રવિ શિવજી કાનડે ( રહે.154, જયલક્ષ્મીનગર, નીલકંઠ સોસાયટી પાસે, ગોડાદરા, સુરત ) તેમજ નિખીલ સુધીર સિરસાટ ( રહે.175, જયલક્ષ્મીનગર, નીલકંઠ સોસાયટી પાસે, ગોડાદરા, સુરત ) ને ઝડપી લીધા હતા.

(6:13 pm IST)