Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વડોદરામાં બોલેરો ગાડીમાં દારૂના પાઉચ ઘુસાડનાર ત્રણ શખ્સોની પોલીસે રંગે હાથે ધરપકડ કરી

વડોદરા:શહેરમાં ઘૂસાડાતા દારૃના પાઉચ ભરેલી બોલેરો ગાડી સાથે વડોદરાના એક શખ્સ સહિત ત્રણ શખ્સોની જિલ્લા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે હાલોલ તરફથી વડોદરા શહેરમાં દારૃ ભરેલી બોલેરો પીકઅપ ગાડી જાય છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીએ જરોદ રેફરલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા તેને રોકી ગાડીમાં તપાસ કરતા પાછળની સાઇડ પર તાડપત્રીની નીચે છૂપાવેલા દારૃના ૧૮૦ મીલીના ૩૧૨૦ પાઉચ મૂકેલા બોક્સો મળ્યા હતાં.

પોલીસે ગાડીમાંથી રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ડુંગલા ગામમાં રહેતા નરેશ કૈલાસચન્દ્ર મેઘવાલ તેમજ પુષ્કરલાલ શાંતિલાલ મેઘવાલ અને વડોદરાના અજબડીમીલના ગેટ પાસે રહેતા શબ્બીરમીયાં સલીમમીયા મલેકની ધરપકડ કરી હતી. પોલીસે દારૃનો જથ્થો, મોબાઇલ, ગાડી સહિત કુલ રૃા..૭૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેની પૂછપરછ કરતા દારૃનો જથ્થો ભરેલો ટેમ્પો ડુંગલા ગામે મેઘવાલ મહોલ્લામાં રહેતા નિરજ સુથારે ભરીને આપ્યો હોવાનું જણાવ્યું  હતું. અંગે પોલીસે વાઘોડિયા પોલીસમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

(6:20 pm IST)