Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કેવડીયા ગામના સર્વે નંબર–૪૪૭, ૪૪૮, ૪૪૯, ૪૭૧, ૪૭૨, ૪૭૩ વાળી જમીન સરદાર સરોવર નર્મદા નિગમની માલિકીની જ છે જેનું વળતર ચૂકવાઈ ગયેલ છે.

વર્ષ ૧૯૬૧-૬૫ દરમ્યાન ઉપરોકત જમીન સંપાદિત થઈ છે અને તેનું વળતર ચૂકવાયેલ છે,વધારાનું પેકેજ સરકારે જાહેર કરેલ છે જેનો લાભ લેવા સૂચન છે.

અમદાવાદ :હાલની જે જમીનો પર નિગમ અથવા ઓથોરીટી દ્રારા કામ થઇ રહ્યું છે તે જમીનો વર્ષ ૧૯૬૧ થી ૧૯૬૫ દરમ્યાન પ્રાંત અધિકારી રાજપીપળા મારફતે અત્રેની જમીનો સંપાદિત થયેલ છે અને તે વખતે તમામ ખાતેદારને જે-તે વખતના નિયમોનુસાર વળતર ચૂકવાયેલ છે. આ પ્રકારની જમીનોની માલિકી  રેવન્યુ રેકર્ડ પર પણ આજે પણ સરદાર સરોવર નર્મદા નિગમ લી.ની છે સદર જમીનો પર અત્રે આવનાર પ્રવાસીઓ માટે આનુશંગિક સુવિધાઓ વિકસાવવાની હાલ તાતી જરુરીયાતના ભાગરુપે કેટલીક માળખાકીય સુવિધા ઊભી કરવાની જરૂરી કામગીરી ચાલી રહી છે.                                
હાલ જેટલી પણ કામગીરી ચાલી રહી છે તે તમામ કામગીરી માત્ર અને માત્ર સરદાર સરોવર નર્મદા નિગમ લી.ની જમીન પર ચાલી રહી છે અને તેના પુરાવા આજે પણ રેવન્યુ રેકર્ડ પર બોલે છે. એ બાબત પણ સ્પષ્ટ કરવી જરુરી છે કે, જે-તે વખતે સંપાદન થયું ત્યારે વળતર ચૂકવાયેલ હતું આવી જમીનો પર જે-તે વખતના ખાતેદારોનાં વારસદારોનો અનધિકૃત કબજો છે,તેમ છતાં સંવેદનશિલતા દાખવીને સરકાર દ્રારા એક વખતના લાભો આપેલ હોવા છતાં વધારાનાં લાભો સાથેના પેકેજ પણ જાહેર કરવામાં આવેલ છે.                                 
આ અંગે SOUADTGAનાં અધિકારીશ્રીઓએ ઉપરોકત સર્વે નંબર પર અનધિકૃત કબજો ધરાવતા ખાતેદારોનાં વારસદારોની વારંવાર બેઠકો યોજવામાં આવી છે અને છેલ્લી બેઠક તા. ૧૧/૦૬/૨૦૨૧નાં રોજ યોજવામાં આવી હતી અને  જમીન સંપાદન થયા બદલ તેઓને વળતર ચૂકવાઈ ગયેલ હોવાની સમજ કરવામાં આવી છે તે ઉપરાંત સરકારશ્રી દ્રારા જાહેર કરવામાં આવેલ વધારાનાં પેકેજ બાબતે યોગ્ય માહિતી આપવામાં પણ આવી છે,તેમજ જે-તે ખાતેદારનાં વારસદારો તેમનાં અધિકૃત પેઢીનામાં જમા કરાવીને સંમતિપત્ર કચેરીને આપશે તો વિના વિલંબે વધારાનાં પેકેજનો લાભ ત્વરીત આપવા માટે તૈયારી છે.   
* સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ વધારાનાં પેકેજની જોગવાઇઓ
* જમીન સામે તેટલી જ સરદાર સરોવર પૂન:વસવાટ એજન્સીની લેન્ડ બેન્કમાંથી જમીન
  અથવા જમીન સામે હેકટર દિઠ ૭.૫૦ લાખ રોકડ
* ખાતેદારનાં તા. ૧-૧-૧૯૮૭ની સ્થિતીએ પુખ્ત વયના વારસદારને સરકારી નોકરી
   અથવા રૂ. ૫ લાખ મળવાપાત્ર.  
* ૬ ગામ નાં ખાતેદારો કે જેમની જમીન નર્મદા નિગમમાં સંપાદિત થઇ છે અને તેમના આકારણી પત્રકમા નામ હોય તેમજ તેમના હયાત ઘર નિગમની જમીન પર હોય તેમને અને સરકારી જમીન પર ઘર હોય અને તે જમીન નિગમમાં સંપાદિત થઇ હોય અને તેમનું પંચાયત આકારણીમા નામ હોય તેમને આદર્શ વસાહતમાં ૧૨૫ ચોરસ મીટર ક્ષેત્રફળના વિસ્તારમાં રૂ. ૪ લાખના ખર્ચે પાક્કું મકાન (ઢોર બાંધવાની જગ્યા સહીત).

(6:59 pm IST)