Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજ્યમાંથી વિદાયની ઘડીઓ ગણતો કોરોના : નવા 352 પોઝીટીવ કેસ :વધુ 1006 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 4 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 10.007 થયો : કુલ 8.02.187 લોકોએ કોરોનાને હરાવ્યો: આજે 2.63.630 લોકોનું રસીકરણ કરાયું

સુરતમાં 71 કેસ,વડોદરામાં 50 કેસ,અમદાવાદમાં 49 કેસ, રાજકોટમાં 25 કેસ, પોરબંદર અને જૂનાગઢમાં 13- 13 કેસ, ગીર સોમનાથ અને ખેડામાં 12-12 કેસ, ગાંધીનગરમાં 11 કેસ, અમરેલી અને ભરૂચમાં 10-10 કેસ, બનાસકાંઠા અને નવસારીમાં 9-9 કેસ,જામનગર અને વલસાડમાં 8-8 કેસ ,કચ્છ, પંચમહાલ અને સાબરકાંઠામાં 6-6 કેસ આણંદ અને દેવભૂમિ દ્વારકામાં 5-5 કેસ નોંધાયા :હાલમાં 8884 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો રાજ્યમાં કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં 352 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 1006 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 352 કેસ નોંધાયા છે જયારે વધુ 1006 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.02.187 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 4 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 10007 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 97. 70 ટકા થયો છે

  રાજ્યમાં હાલ 8884 એક્ટિવ કેસ છે, જેમાંથી 219 લોકો વેન્ટિલેટર પર અને 8665 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.02.187 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

  રાજ્યમાં આજે રેકોર્ડબ્રેક 2.63.630 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે આ સાથે રાજ્યમાં કુલ 2.08.21.654 લોકોનું રસીકરણ થયું છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 352 કેસમાં સુરતમાં 71 કેસ,વડોદરામાં 50 કેસ,અમદાવાદમાં 49 કેસ, રાજકોટમાં 25 કેસ, પોરબંદર અને જૂનાગઢમાં 13- 13 કેસ, ગીર સોમનાથ અને ખેડામાં 12-12 કેસ, ગાંધીનગરમાં 11 કેસ, અમરેલી અને ભરૂચમાં 10-10 કેસ, બનાસકાંઠા અને નવસારીમાં 9-9 કેસ,જામનગર અને વલસાડમાં 8-8 કેસ ,કચ્છ, પંચમહાલ અને સાબરકાંઠામાં 6-6 કેસ આણંદ અને દેવભૂમિ દ્વારકામાં 5-5  કેસ નોંધાયછે

(7:37 pm IST)