Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વડોદરાના ૧૦૬ વર્ષ જૂના પ્રતાપ વિલાસ પેલેસ મુદ્દે હેરિટેજ ટ્રસ્ટ દ્વારા કરાયેલ અરજી હાઇકોર્ટે ફગાવી

પ્રતાપ વિલાસ પેલેસમાં ઇમારત બનાવવા માટે રેલવેને આવેલા અવરોધો હવે દૂર થયાં

વડોદરાના ૧૦૬ વર્ષ જૂના પ્રતાપ વિલાસ પેલેસ મામલે આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદ્દો આપ્યો છે. વડોદરા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજી ને હાઇકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. પ્રતાપ વિલાસ પેલેસમાં ઇમારત બનાવવા માટે રેલવે ને આવેલા અવરોધો હવે દૂર થયાં છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, 2020ના ફેબ્રુઆરી મહિનામાં હાઇકોર્ટ દ્વારા અહીં બાંધકામ માટે વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો હતો. પ્રતાપ વિલાસ પેલેસની સામે રેલવે વિભાગ દ્વારા ઇમારત બનાવવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અહીં 4 માળની ઇમારતના બાંધકામ અંગે અરજીમાં વાંધો ઉઠાવાયો હતો. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આ કાર્યાલયની ઇમારતને કારણે ઐતિહાસિક ધરોહર એવા પ્રતાપ વિલાસ પેલેસની ઓળખ ઝાંખી થઈ જશે.

ચીફ જસ્ટિસ વિક્રમ નાથ,અને જસ્ટિસ શાસ્ત્રી ની ખંડપીઠે આપ્યો ચુકાદો છે અને અહીં હવે નવું બાંધકામ કરવાને પરમીશન આપી છે. જો કે આ અંગે વડોદરા હેરિટેજ ટ્રસ્ટના વકીલ જયદીપ વર્માએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ નો અભ્યાસ કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં આ આદેશને પડકારશે.

 

 અત્રે ઉલ્લેખની છે કે, વડોદરાના 106 વર્ષ જૂના પ્રતાપ વિલાસ પેલેસ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા 2020ના ફેબ્રુઆરી મહિનામાં હાઇકોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો હતો. પ્રતાપ વિલાસ પેલેસ સામે રેલવે વિભાગ દ્વારા ઇમારત બનાવવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની કરાઈ હતી અરજી. 4 માળની આ ઇમારતના બાંધકામ અંગે અરજીમાં ઉઠાવાયો હતો વાંધો. આ કાર્યાલયની ઇમારતને કારણે ઐતિહાસિક ધરોહર એવા પ્રતાપવિલાસ પેલેસની ઓળખ ઝાંખી થઈ જશે એવો કરાયો હતો દાવો. રેલવે વિભાગ માટે હાઇકોર્ટનો આ આદેશ મહત્વનો. રેલવેની ડિમડ યુનિવર્સિટી વડોદરામાં બનવાથી અધિકારીઓને ટ્રેનિંગ માટે નહીં જવું પડે વિદેશ. રેલવેના કલાસ વન અધિકારીઓ હવે વડોદરાની યુનિવર્સીટીમાં જ તાલીમ મેળવી શકશે. વડોદરાના પ્રતાપ વિલાસ પેલેસ ની જગ્યામાં રેલવે યુનિવર્સિટી બનાવવાના નિર્ણયને હાઇકોર્ટે આપી બહાલી. રેલ્વે યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટિશનને હાઇકોર્ટે ફગાવી.

પ્રતાપવિલાસ પેલેસને બચાવવા માટેની પીઆઇએલ વડોદરા હેરિટેજ ટ્રસ્ટ સહિત આઠ દ્વારા દાખલ કરવામાં આવી છે. ટ્રસ્ટનું કહેવું છે કે, 108 વર્ષ જૂની આ મિલકત વારસો છે.કોર્ટે પ્રસ્તાવિત બાંધકામ સામે સ્ટે ઓર્ડર આપ્યો છે. રાજ્ય સરકાર અગાઉ કોર્ટમાં કહી ચૂકી છે કે, પ્રારંભિક સાઇટ પેલેસથી 92 મીટર દૂર હતી, હવે અમે 321 મીટર દૂર બાંધકામ કરીશું. ચીફ જસ્ટિસે ટાંક્યું છે કે, ' જો 300થી 400 વૃક્ષોનું નિકંદન નીકળતુ હોય તો તેમે રસ્તાઓ, ઇમારતો, એરપોર્ટ કે ટર્મિનલ બાંધી શકો નહીં. પછી તેમણે ઉમેર્યું કે, મહેલની નજીક અને આસપાસના વૃક્ષો 'વડોદરાના ફેફસા છે'.

પ્રતાપ વિલાસ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેરના ખ્યાતનામ વિસ્તાર લાલબાગ નજીક આવેલ ગાયકવાડી જમાનાનો મહેલ છે. આ મહેલ ઇ. સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. આશરે ૫૫ એકર જમીનમાં બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પ્રતાપ વિલાસ મહેલ આવેલ છે. હાલમાં આ મહેલ ભારતીય રેલ્વેની સ્ટાફ કોલેજમાં રુપાંતરિત થઇ ગયેલ છે. આ કોલેજ ભારતીય રેલ્વેમાં જોડાયેલ નવા તેમ જ જુનાં ઓફિસર અને એક્ઝીક્યુટીવ કક્ષાનાં માણસોને તાલિમ આપે છે.

(8:20 pm IST)