Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રૂટની બસો ફરી શરૂ : રાજ્ય સરકારે આંતરરાજ્ય પરિવહનને આપી મંજૂરી

મહામારીના પગલે અન્ય રાજ્યના રૂટોને કર્યા હતા બંધ

અમદાવાદ :રાજ્ય સરકારે આંતર રાજ્ય પરિવહનને ફરી મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રૂટની ST બસો ફરી શરૂ થઈ ચૂકી છે. કોરોનાની મહામારીને પગલે એસ.ટી બસના રૂટો બંધ કર્યા હતા. જેના કારણે લોકોને ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો.

  31 મેના દિવસથી જ ગુજરાતની એસ.ટી.બસમાં મુસાફરીની છૂટ મળી હતી. હવે એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે. 50 ટકાની જગ્યાએ 75 ટકાની કેપેસિટી રાખવામાં આવી છે. સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધીની બસને મુસાફરીની છૂટ અપાઈ છે. મહત્વનું છે કે કોરોના સંક્રમણના કારણે GSRTC દ્વારા સિટિંગ કેપેસિટી ઘટાડી દેવાઈ હતી. અને ઓછા મુસાફરો સાથે બસ ચાલી રહી હતી. તો બીજી તરફ લોકડાઉનના કારણે પણ બસના રૂટોમાં ઘટાડો થયો હતો

(8:27 pm IST)