Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ગુજરાત વિધાનસભા ભવનના ઓડિટોરિયમમાં ભાજપના ધારાસભ્યોની બેઠક : મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા

પેજ કમિટીની કરાયેલી રચના અંગે સમીક્ષા: ચૂંટણીને લઇને રોડમેપ તૈયાર કરવા માટે ચર્ચા: “તૌકતે” વાવાઝોડાના કારણે થયેલ નુકસાન તથા સરકારે કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન કરાયું : પ્રદેશના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં ધારાસભ્યો હાજર

ગાંધીનગર: ભાજપના 112 ધારાસભ્યોની આજે સાંજે વિધાનસભા ભવનમાં આવેલ ઓડિટોરીયમ બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં “તૌકતે” વાવાઝોડાં ઉપરાંત કોરોના દરમિયાન સરકારે તથા સંગઠને કરેલી કામગીરી તેમ જ સંગઠન દ્વારા પેજ કમિટીની કરાયેલી રચના અંગે સમીક્ષા ઉપરાંત આગામી 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને રોડમેપ તૈયાર કરવા માટે ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે.  Gujarat Election 2022

આ બેઠકના પ્રારંભમાં જ “તૌકતે” વાવાઝોડાના કારણે ગુજરાતને થયેલ નુકસાન તથા સરકારે કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ બેઠક રાત સુધી ચાલે તેવી શક્યતા છે

આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ તથા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હાજર રહ્યાં હતા. જ્યારે આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે અગાઉ કોર કમિટીની બેઠક બાદ સરકાર અને સંગઠનના 25 જેટલાં આગેવાનો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. જે બાદ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આજે બીજા તબક્કામાં ગુજરાત પધારેલાં ભૂપેન્દ્ર યાદવે બેઠકોનો દોર હાથ ધર્યો હતો. બક્ષીપંચ અને કિસાન મોરચાના જિલ્લા અને શહેર પ્રમુખો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ ગાંધીનગર માં વિધાનસભા સંકુલમાં પહોંચ્યા હતા.

(10:34 pm IST)