Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વડોદરા SOGને મોટી સફળતા :ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ 12 લાખના મુદ્દામાલ સાથે મહિલા સાથે 4 લોકોની ધરપકડ

પોલીસે બિચ્છુ ગેંગના તનવીર ઉર્ફે તન્નુ શબ્બીર મલેક, પાર્થ ઉર્ફે સરદાર પ્રદિપ શર્મા, શહેબાઝ મુસ્તુફાભાઇ પટેલ અને મધુમિતા ઉર્ફે અનામિકા રોહિત સીંગ સામે એન.ડી.પી.એસનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી

ગુજરાતમાં ડ્રગ્સનો દુષણ સતત વધી રહ્યો છે. પોલીસ અવાર-નવાર ડ્રગ્સ કબ્જે કરી રહી છે. ત્યારે વડોદરા શહેર SOGએ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. SOGએ 12 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યો છે. SOGએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વડોદરાના તાંદલજા ખાતે રહેતો બિચ્છુ ગેંગનો સાગરીત તનીવર ઉર્ફે તન્નુ શબ્બીર હુસેન મલેક અને મુંબઇની મધુમીતા ઉર્ફે અનામિકા સરદાર સીંગ સહિતની ટોળકી મધ્યપ્રદેશથી એમ.ડી ડ્રગ્સનો જથ્થો લઇ હાલોલ હાઇવેથી વડોદરા આવવા અંગેની ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જીની ટીમ ગોલ્ડન ચોકડી સ્થિત ટોલનાકા પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. જ્યાં બાતમીના આધારે ગાડીને જોતા એસ.ઓ.જીની ટીમ સર્તક થઇ ગઇ હતી. જોકે કાર ટોલનાકા નજીક આવેલા દરજીપુરા આર.ટી.ઓ રોડ પરની ટોબકો કંપનીની કમ્પાઉન્ડ વોલ પાસે ઉભી હતી. જેથી કારમાં તપાસ કરતા એક મહિલા સહિત ચાર શખ્શો મળી આવ્યાં હતા.

પોલીસે આ મામલે બિચ્છુ ગેંગના તનવીર ઉર્ફે તન્નુ શબ્બીર મલેક, પાર્થ ઉર્ફે સરદાર પ્રદિપ શર્મા, શહેબાઝ મુસ્તુફાભાઇ પટેલ અને મધુમિતા ઉર્ફે અનામિકા રોહિત સીંગ સામે એન.ડી.પી.એસનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી. જેમાં 8 લાખ રૂપિયાની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સહિત કૂલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:40 pm IST)