Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

તરોપા ગામે મજૂરો બાબતે માથાકુટ થતાં બે યુવાનો પર ચપ્પુ વડે હુમલો કરતા ઇજા,ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામમાં મજૂરો લેવા બાબતે બોલાચાલી થયા બાદ બે યુવાનોને ચપ્પુ મારી ઇજા કરતા બંનેને રાજપીપળા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા આમલેથા પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે
આ બાબતે અરવિંદભાઈ મગનભાઈ વસાવાએ આપેલી ફરિયાદ અનુસાર તેઓ ફળીયામાં મજુરો કરવા માટે નીકળેલા આ વખતે મેહુલભાઇ ચંપકભાઇ વસાવા અને હિતભાઇ ચંપકભાઇ વસાવા તથા ચંપકભાઇ દલસુખ ભાઇ વસાવા ઓટલા ઉપર બેસેલ હોય તેઓને મજુરી માટે પુછતા છોકરાઓ ત્યાંથી જતા રહેલા જેથી જણાવેલ કે તમો કેમ મારા ઘરેથી છોકરાઓને ભગાડી મુકો છો તેમ કહી ગમે તેવી ગાળો બોલવા લાગે જેથી ગાળો બોલવાની ના પાડતા છાતીથી નીચેના ભાગે જમણી સાઈડે ચપ્પુ મારી ઇજા કરી સાહેદ રાધવભાઇ જગદીરાભાઇ વસાવાનાઓ બચાવવા વચ્ચે ૫ડતા તેને છાતીના નીચેના ભાગે બન્ને સાઇડ પણ મારી ઇજાઓ કરતા બંનેને રાજપીપળા સિવિલમાં સારવાર માટે લવાયા હતા આ બાબતે આમલેથા પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે

(10:53 pm IST)