Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભાજપને કરન્‍ટના ઝાટકાઃ કાલથી ‘આપ'ની વીજ લડત

ગુજરાત વીજ ઉત્‍પાદન કરે છે, છતાં સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં શા માટે?: ર૦૦ યુનિટ વીજળી ફ્રી આપો : કાલથી ગુજરાતભરમાં આંદોલનાત્‍મક કાર્યક્રમોઃ ઇન્‍દ્રનીલ રાજગુરૂઃ ‘આપ'ની સરકાર બનશે તો ર૦૦ યુનિટ વીજળી ફ્રીઃ ‘આપ' દ્વારા કાલથી મશાલયાત્રા-વીજબીલ ફાડવા સુધીના કાર્યક્રમો

‘આપ'ની પત્રકાર પરિષદમાં ઇન્‍દ્રનીલ રાજયગુરૂ, અજિત લોખિલ, રાહુલ ભૂવા, વશરામભાઇ સાગઠિયા, ચેતન કમાણી વગેરે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧પઃ ગુજરાતમાં ભાજપને વીજ કરન્‍ટના ઝાટકા લાગે તેવું આયોજન ‘આપ' દ્વારા થયું છે. આમ આદમી પાર્ટી કાલથી રાજયભરમાં વીજ આંદોલન છેડશે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ‘આપ'ના રાષ્‍ટ્રીય જોઇન્‍ટ સેક્રેટરી ઇન્‍દ્રનીલ રાજગુરૂએ જણાવ્‍યું હતું કે, ‘આપ' દ્વારા વીજળી મુદ્દે સમગ્ર રાજયમાં આંદોલનાત્‍મક કાર્યક્રમો અંતર્ગત મશાલયાત્રાથી માંડીને બીલ ફાડવા સુધીના કાર્યક્રમો યોજશે.

શ્રી રાજયગુરૂએ કહ્યું હતું કે, મોટું આヘર્ય એ છે કે, ગુજરાત વીજ ઉત્‍પાદન કરે છે અને ગુજરાતમાં જ સૌથી મોંઘી વીજળીનું વેચાણ થાય છે. દિલ્‍હી વીજળી ખરીદતું રાજય છે છતાં જરૂરિયાતમંદ લોકોને ર૦૦ યુનિટ વીજળી ફ્રી આપે છે. અમારી માંગણી છે કે, ગુજરાતમાં પણ વીજળીના ભાવ ઘટવા જોઇએ અને ર૦૦ યુનિટ વીજળી ફ્રી આપવી જોઇએ.

ઇન્‍દ્રનીલભાઇએ જણાવ્‍યું હતું કે, હિમાચલમાં ભાજપે મતની લાલચ માટે ૧રપ યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરી હતી. ‘આપ' માને છે કે, વીજળી અતિ પ્રાથમિક જરૂરિયાત છે, કોઇ લાલચ વગર લોકોને ફ્રી વીજળી મળવી જોઇએ. ગુજરાતમાં ભાજપ શા માટે ફ્રી વીજળી નથી આપતો ?

ઇન્‍દ્રનીલભાઇએ કહ્યું હતું કે, ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી છે, ગુજરાતમાં વીજળી ઉત્‍પન્‍ન કરતા સરકારી સાહસોને રાજય સરકારે ઇરાદાપૂર્વક મારી નાખ્‍યા એટલે વીજળી માટે રાજય ખાનગી વીજ ઉત્‍પાદન મથકો પર આશ્રિત થયું. ગુજરાત સરકારના આ આંધળા ખાનગીકરણની ઉંચી કિંમત હાલ ગુજરાતના નાગરિકો બેવડી રીતે ભોગવી રહ્યા છે. પ્રથમ તો, ખાનગી પાવર પ્‍લાન્‍ટ સાથે ર૦૦૭માં રપ વર્ષ સુધી વીજળી ખરીદવાના જે ફીકસ ભાવો નકકી કર્યા હતા, તે ખાનગી પાવર પ્‍લાન્‍ટોના દબાણ હેઠળ આવીને ગુજરાત સરકારે રિવાઇઝ કરી આપ્‍યા. એને કારણે જ છે થોડાક જ વખતમાં... એપ્રિલ ર૦૧૧માં પ્રતિ યુનિટ ફયુઅલ સરચાર્જ ૧.૮૦ રૂપિયા હતો, જુલાઇ ર૦ર૧માં પ્રતિ યુનિટ ફયુઅલ સરચાર્જ ૧.૯૦ રૂપિયા થયો, ઓકટોબર ર૦ર૧મા ંપ્રતિ યુનિટ ફયુઅલ સરચાર્જ ર.૦૦ રૂપિયા થયો, જાન્‍યુઆરી ર૦રર માં પ્રતિ યુનિટ ફયુઅલ સરચાર્જ ર.૧૦ રૂપિયા થયો, માર્ચ ર૦રરમાં પ્રતિ યુનિટ ફયુઅલ સરચાર્જ ર.ર૦ રૂપિયા થયો, એપ્રિલ ર૦રર માં પ્રતિ યુનિટ ફયુઅલ સરચાર્જ ર.૩૦ રૂપિયા થયો, આમ સરકારની ભૂલનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે.

શ્રી રાજયગુરૂ કહે છે કે, ખાનગી પાવર પ્‍લાન્‍ટ કરાર મુજબ વીજળી પુરી પાડવામાં વચ્‍ચે-વચ્‍ચે આડોડાઇ કરી કૃત્રિમ અછત ઉભી કરે છે ત્‍યારે ગુજરાત સરકારે ખુલ્લા બઝારમાંથી ખુબ ઉંચા ભાવે વીજળી ખરીદવી પડે છે. સરકારે ખુલ્લા બઝારમાંથી વીજળી ખરીદે એનો સીધો મતલબ છે કે રાજયની જનતાના પરસેવાની કમાણીના ટેકસના પૈસા વેડફાઇ રહ્યા છે અને ગુજરાતની જનતા માથે દેવું વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીની હાલ દિલ્‍હી અને પંજાબ, એમ બે રાજયોમાં સરકાર છે તે પોતાના નાગરિકોને ર૦૦ અને ૩૦૦ યુનિટ સુધી વીજળી ફ્રી આપે છે એની સામે ગુજરાત સરકાર રાજયના નાગરિકો પાસેથી ખુબ ઉંચા દરો વસુલ કરે છે.

આમ આદમી પાર્ટી-ગુજરાત, નાગરિકોની થઇ રહેલી ઉઘાડેછોગ લૂંટ સામે આગામી દિવસોમાં રાજય વ્‍યાપી કાર્યક્રમો હાથ ધરવા જઇ રહી છે. આપની પાસે રાજયના મુખ્‍યમંત્રી તરીકે આમ આદમી પાર્ટી-ગુજરાતની માગણી છે કે, ગુજરાતના નાગરિકોને ર૦૦ યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે જેથી મોંઘવારીમાં પીસાઇ રહેલા મધ્‍યમ વર્ગને આંશિક રાહત મળે અને ગુજરાતની જનતા સાથે થયેલા અન્‍યાયનું નિવારણ થઇ શકે તેમ રાજયગુરૂએ જણાવ્‍યું હતું.

(2:42 pm IST)