Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

કરોડોનો બિટકોઈન મામલોઃ નકલી સીબીઆઈ ઓફિસર ગેંગ દ્વારા અપહરણ, ભાવનગરના ભદ્રેશ સહિતની ગેંગ મુંબઈથી સુરત પોલીસે ઝડપી

ઉત્તરપ્રદેશ, બિહાર રીઢા શખ્‍સોને ઝડપવા માટે સીપી અજયકુમાર તોમર દ્વારા એડી.સીપી શરદ સિંઘલ સાથે ચર્ચા કરી ક્રાઈમ બ્રાન્‍ચ એસીપી આર.આર.સરવૈયા ટીમનો તપાસ સુપ્રત કરવાનો નિર્ણય સાથકઃબનાવટી સીબીઆઈ ઓફિસર મુકેશ ઉર્ફે બ્રિજેશ સિંઘ સાથે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના ફોટાઓ હોવાનું તપાસમાં ખુલ્‍યું

રાજકોટ, તા.૧૫: કરોડોના બિટકોઇન રકમની જૂની લેવડ દેવડ મામલે નકલી સીબીઆઈ ઓફિસરની મદદથી રીઢા ગુનેગારો દ્વારા અપહરણ કરવાના ચકચારી મામલે પોલિસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચના એડી સીપી શરદ સિંઘલ સાથે ચર્ચા કરી આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્‍ચ એસીપી આર.આર.સરવૈયા ટીમને સુપ્રત કરવાનો નિર્ણય સાર્થક પુરવાર થયો છે, મૂળ ભાવનગરના ભદ્રેશ સહિત બિહાર અને ઉત્તરપ્રદેશના શખસની ગેંગને મુંબઈ સુધી પહોંચી ઝડપી લીધા બાદ પૂછપરછમાં ચોકવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મુંબઇ અંધેરી ઇસ્‍ટની હોટલમાંથી જે આરોપીઓ ઝડપી લેવાયા છે તેમાં મૂળ ભાવનગર પંથકના ભદ્રેશ રામજીભાઈ, અમદાવાદના ગુણવંતભાઈ રાણપરિયા, ઉતર પ્રદેશના બ્રિજભાન સિંઘઅને મુકેશ ઉર્ફ બ્રિજેશ સિંઘ,ઉર્ફ બી.એસ.મહારાણા (નકલી સીબીઆઈ ઓફિસર)ને ઝડપી લેવાયા છે.
મજકુર આરોપીઓની પુછપરછમાં આરોપી ભદ્રેશ રામજીભાઈ સભાડીયાએ જણાવેલ કે પોતાના મોટાભાઈ વિજય સભાડીયાના સાઢુ દીપક વઘાશીયા સાથે બીટકોઈનની રકમ અંગે લાંબા સમયથી તકરાર ચાલી આવેલ હતી. જેથી પોતાના ઓળખીતા ગુણવંત અરૂણભાઈ રાણપરીયાના ઓળખીતા શાહુ મુંબઈ  નામના ઈસમ મારફતે સી.બી.આઈ. ઓફીસર તરીકે મુકેશ ઉર્ફે બ્રિજેશસીંગ ઉર્ફે બી.એસ. મહારાણા S/O  શિવનપ્રસાદ યાદવ નાઓને બોલાવી દીપક વઘાશીયાનું અપહરણ કરી તેને બીટકોઈન અંગેની ખોટી સ્‍કીમોના પ્રકરણમા ફસાવી દેવાની ધમકી આપી ડરાવી ધમકાવી સમાધાન કરી લેવા માટે બોલાવી ગુનો કરેલ હોવાની કબુલાત કરેલ છે. તેમજ ગુણવંત રાણપરીયાનાઓએ અમદાવાદ ખાતે ડુપ્‍લિકેટ આર.સી.બુક બનાવી બેંકમાંથી લોન લઈ ચીટીંગ કરેલ હોય નવરંગપુરા પોસ્‍ટે ગુનો દાખલ હોય જેમા આજદિન સુધી ધરપકડ ટાળવા નાસતો- ફરતો હોવાની કબુલાત કરેલ છે.

 

(4:16 pm IST)