Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સુરતની કુખ્‍યાત મીંડી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી : પ શખ્‍સોની ધરપકડ

લુંટ, મર્ડર,જમીન પચાવી પાડવાના, અપહરણ અને ખંડણીના રપ થી વધુ ગુન્‍હાઓમાં સંડોવાયેલ : પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર તથા સંયુકત પોલીસ કમિશ્નર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ અગાઉ જેતપુરમાં ફરજ બજાવી ચુકેલ અને હાલ સુરત ઝોન-૩ માં ડીસીપી તરીકે ફરજ બજાવતા સાગર બાગમારની ટીમનો સપાટો

તસ્‍વીરમાં મીંડી ગેંગના સાગ્રીતો અને સુરત અઠવા લાયન્‍સ પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે. (૪.૧૯)

રાજકોટ, તા, ૧૫: સુરતની કુખ્‍યાત મીંડી ગેંગ વિરૂધ્‍ધ સુરત પોલીસે ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુન્‍હા નિયંત્રણ અધિનિયમ-ર૦૧૫ (ગુજસીટોક) હેઠળ કાર્યવાી કરી આ ગેંગનો પાંચ શખ્‍સોને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ જેલમાં ધકેલી દેતા સુરતના અસામાજીક તત્‍વોમાં ફફડાટ વ્‍યાપી ગયો છ.

સુરતમાં અઠવા લાઇન્‍સ પોલીસ મથક વિસ્‍તારમાં મીંડી ગેંગના નામે અનસ ઉર્ફે મીંડી સફી રંગરેજનાએ પોતાના સાગ્રીતો સાથે મળી સંગઠીત ગુન્‍હા આચરતી ટોળકી  બનાવી છેલ્લા ઘણા વર્ષોથી શરીર સંબંધી, મિલ્‍કત સબંધી, બળજબરીથી જમીન, મકાન, મિલ્‍કત પચાવી પાડવા, અપહરણ, ખંડણી, લૂંટ, મર્ડર,મર્ડરની કોશીષ સહીતના ગુન્‍હાઓ આચરી ભયનું વાતાવરણ ઉભુ કરનાર મીંડી ગેંગ સામે સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર તથા સંયુકત પોલીસ કમિશ્રર સેકટર-ર શરદ સિંઘલના માર્ગર્દન હેઠળ ડીસીપી -ઝોન-૩ સાગર બાગમાર તથા ટીમે ગુજસીટોક હેઠળ અઠવા લાયન્‍સ પોલીસ મથકમાં ગુન્‍હો દાખલ કરી મીંડી ગેંગના મુખ્‍ય સુત્રધાર અનસ ઉર્ફે મીંડી સફી રંગરેજ તથા તેના સાગ્રીતો, મહમદ શહદ, મહમદ આરીફ શેખ ઉર્ફે મીંડી, મોહમદ યશા હનીફ ઉર્ફે અનુ મીંડી શેખ, મોહમદ આરીફ ઉર્ફે આરીફ મીંડી ગુલામ રસુલ શેખ તથા મોહમદ તુફેલ ઉર્ફ માવીયા મોહમદ ઇકબાલ ગુલામ, કુંભાર (રહે. તમામ સુરત)ને દબોચી લઇ પુછતાછ હાથ ધરી છે તેમજ આ ગેંગના અન્‍ય બે શખ્‍સોની શોધખોળ હાથ ધરાઇ છે.

સુરતમાં ભયનું વાતાવરણ ફેલાવનાર મીંડી ગેંગ સામે રપ થી વધુ ગુન્‍હાઓ નોંધાયા છે. અગાઉ જેતપુર એસીપી તરીકે ફરજ બજાવી ગયેલ અને હાલ સુરત ઝોન-૩ ડીસીપી તરીકે ફરજ બજાવતા સાગર બાગમાર તથા ઇ ડીવીઝન- એસીપી એ.કે.વર્મા, અઠવા પોલીસ લાઇનના પીઆઇ એ.પી.ચૌધરી તથા સર્વેલનસ પીએસઆઇ એમ.આઇ.વસાવાની ટીમે મીંડી ગેંગના પાંચ શખ્‍સોને ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

(4:42 pm IST)