Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અમદાવાદને પોતાનું બીજુ એરપોર્ટ જુન-2024 સુધીમાં મળી જશેઃ નરેન્‍દ્રભાઇની અધ્‍યક્ષતામાં કેબિનેટ સમિતીએ પ્રસ્‍તાવ મંજુર કરતા કામગીરીનો ધમધમાટ

1501 હેક્‍ટરમાં બનાવાશેઃ 1305 કરોડ રૂપિયાનો ખર્ચ થશે

અમદાવાદ: અમદાવાદને પોતાનો બીજો એરપોર્ટ જૂન 2024 સુધી ધોલેરામાં મળી જશે. આર્થિક મામલા પર પીએમ મોદીની અધ્યક્ષતા ધરાવતી કેબિનેટ સમિતીએ અમદાવાદથી 80 કિલોમીટર દૂર એક ગ્રીનફીલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાને વિકસિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેનો ખર્ચ 1,305 કરોડ રૂપિયા છે.

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે કહ્યુ કે આસપાસના વિસ્તાર માટે પણ એરપોર્ટને છ લેન ધરાવતા એક્સપ્રેસ વે, રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, બ્રૉડ ગેજ રેલ્વે લાઇન અને પીએમ ગતિ શક્તિ કાર્યક્રમ હેઠળ એક સમર્પિત ફ્રેટ કૉરિડોરના માધ્યમથી મલ્ટી મોડલ કનેક્ટિવિટી મળશે.

પરિયોજનાને મળી મંજૂરી

પરિયોજનાને પર્યાવરણ અને સુરક્ષાની મંજૂરી મળી ગઇ છે. સંરક્ષણ અને ગૃહ મંત્રાલયોએ પણ એરપોર્ટને પોતાની મંજૂરી આપી દીધી છે જે 1,501 હેક્ટર (લગભગ 3,709 એકર)માં બનશે. એરપોર્ટ વાર્ષિક 3 લાખ મુસાફર અને 20,000 ટન કાર્ગોને સંભાળશે. અનુરાગ ઠાકુરે કહ્યુ કે પ્રથમ તબક્કાનો ખર્ચ લગભગ 40 ટકા ઇક્વિટીના માધ્યમથી અને બાકી ઋણના માધ્યમથી પુરૂ કરવામાં આવશે.

આ પરિયોજના ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કંપની લિમિટેડ દ્વારા કાર્યન્વિત કરવામાં આવશે. જેમાં 51 ટકા ભાગીદારી હશે. 33 ટકા ભાગીદારી સાથે ગુજરાત સરકાર અને ટોપ 16 ટકા ભાગીદારી સાથે રાષ્ટ્રીય ઔધોગિક વિકાસ અને કાર્યાન્વયન ટ્રસ્ટ હશે.

(4:45 pm IST)