Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે કોંગ્રેસ રવિવારથી ગુજરાતના ચારેય ઝોનમાં બેઠક યોજશે

બેઠકમાં ખાસ રણનીતિ બનાવાશેઃ લોકો પક્ષમાં જોડાઇ સાથે સ્‍થાનિક પ્રશ્નો અને સમસ્‍યાની ચર્ચા કરાશે

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ રાજ્‍યના ચારેફ ઝોનમાં આગામી રવિવારથી બેઠક શરૂ કરશે જેમાં અલગ-અલગ રણનીતિ બનાવી હોદ્દાઓની સોંપણી થશે. તાલુકા પર વિશેષ ધ્‍યાન અપાશે. બેઠકમાં લોકો વધુ જોડાય અને સ્‍થાનિક પ્રશ્નો અને સમસ્‍યાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતમાં આ વર્ષના અંત એટલે કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે કોંગ્રેસ પાર્ટી પોતાની તૈયારી શરૂ કરવા જઈ રહી છે. 18 જૂનથી કોંગ્રેસના આગેવાનો ચારેય ઝોનમાં બેઠક કરવાના છે. પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ તથા વિરોધ પક્ષના નેતાઓની આગેવાનીમાં આ બેઠક યોજાશે. 

પ્રાપ્ત માહિતી અનુસાર 18 જૂને દક્ષિણ ગુજરાત, 19 જૂને મધ્ય ગુજરાત, 21 તારીખે ઉત્તર ગુજરાત અને 23 જૂને સૌરાષ્ટ્રમાં આ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં તમામ સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો, જિલ્લા પ્રમુખ સાથે આ બેઠક યોજાવાની છે. કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પર વિશેષ ધ્યાન આપવા માટે ખાસ રણનીતિ બનાવી છે. આ બેઠકમાં સંગઠનને સોંપેલી જવાબદારીનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.

પક્ષ સાથે વધુ લોકોને જોડાવાનો પ્રયાસ

વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અલગ-અલગ રણનીતિ બનાવી કામ કરી રહ્યુ છે. હવે 18 જૂનથી કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં બેઠકો શરૂ કરવાની છે. આ બેઠકમાં વધુમાં વધુ લોકો પક્ષ સાથે જોડાઈ તેની પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ ઉઠાવવા માટે ચર્ચા કરવામાં આવશે.

(4:49 pm IST)