Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વડોદરાની શ્રીજી ગ્રીન સોસાયટીમાં છુટાછેડા લીધેલ માતાના બોયફ્રેન્‍ડમાં પુત્રી આડખીલીરૂપ બનતા માતાએ ચપ્‍પુના 20 ઘા મારી હત્‍યાની કોશિષ કરી

પુત્રી ઇજાગ્રસ્‍ત થતા પોલીસને જાણ કરીને પછી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરી

વડોદરાઃ વડોદરાના આજવા રોડની શ્રીજી ગ્રીન સોસાયટીમાં છુટાછેડા લીધેલ 39 વર્ષીય માતાએ પોતાના બોયફ્રેન્‍ડ સાથે 13 વર્ષની સગીર પુત્રી યુવકના સંપર્કમાં આવી હતી બાદ માતા-પુત્રી વચ્‍ચે અવારનવાર ઝઘડો થતા માતા ગુસ્‍સે થઇ શંકાના આધારે તેની જ પુત્રી પર ચપ્‍પુના 20 ઘા મારી લોહીલુહાણ ઇજાગ્રસ્‍ત કરતા બાદમાં પોલીસને ફોનથી જાણ કરી તેણીએ પુત્રીને સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ કરી હતી. બોયફ્રેન્‍ડ યુવક હાલ વિદેશમાં છે.

ટેકનોલોજીના યુગમાં માનવ સંબંધોની હત્યા થઈ રહી છે. સંબંધોમાં કોઈ સન્માન નથી રહ્યું, ન તો કોઈ મર્યાદા રહી છે. માતાપિતા કે સંતાનો એકબીજા પર હુમલો કરવા કે હત્યા કરવા પણ અચકાતા નથી. ત્યારે વડોદરાનો કિસ્સો તેમાં જ એક છે. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં માતાએ જ પુત્રી પર ચપ્પુના ઘા ઝીંક્યા છે. માતાએ 13 વર્ષની દીકરી ચપ્પુના 20 ઘા ઝીંકીને તેને લોહીલુહાણ બનાવી દીધી. પોતાનો બોયફ્રેન્ડ છીનવાઈ જવાના ડરે માતાએ પોતાની સગીર વયની દીકરી સાથે મૈત્રી કરતો હોવાની શંકાએ ખૂની ખેલ ખેલ્યો હતો. તેના બાદ માતાએ જ પોલીસને ફોન કરી બનાવની જાણ કરી હતી. હુમલો કરનાર માતા જ પુત્રીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. હાલ પુત્રી સારવાર હેઠળ છે.

આજવા રોડની શ્રીજી ગ્રીન સોસાયટીમાં આ ઘટના બની હતી. બન્યુ એમ હતું કે, શ્રીજી ગ્રીન સોસાયટીમાં માતા તેની 13 વર્ષીય દીકરી સાથે રહેતી હતી. 39 વર્ષીય માતાના છૂટાછેડા થયા હતા. તેથી તે ઓનલાઈન વ્યવસાય કરીને પોતાનુ અને દીકરીનુ ગુજરાન ચલાવતી હતી. બે વર્ષ પહેલા માતાનો સંપર્ક એક યુવક સાથે થયો હતો, ઓનલાઈન પરિચય બાદ મૈત્રી સંબંધ જોડાયો હતો. આ અંગે દીકરીને જાણ થતા માતાપુત્રી વચ્ચે રોજ ઝઘડા થતા હતા. આ દરમિયાન 13 વર્ષીય દીકરી જ યુવકના સંપર્કમાં આવી હતી, અને બંને વચ્ચે વાતચીત વધી હતી.

આ જાણી જતા માતા ગુસ્સે ભરાઈ હતી, અને મંગળવારે માતાએ દીકરી પર ચાકૂથી હુમલો કર્યો હતો. માતાએ દીકરી પર 20 થી વધુ ઘા માર્યા હતા. ત્યાર બાદ માતાએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં બે વાર ફોન કરીને જાણ કરી હતી કે, ‘મેં મારી છોકરીને મારી નાખી છે.’

જોકે, આ બાદ માતા ખુદ દીકરીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. જેના બાદ બાપોદ પોલીસ પણ દોડતી થઈ હતી. દીકરી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, બોયફ્રેન્ડના મોહમાં પુત્રી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર માતાના અગાઉ બે વાર છૂટાછેડા થયા છે, જ્યારે ઘરેલુ ઝઘડાના કારણે બે વખત પોલીસ ફરિયાદ પણ થઈ હતી. માતાનો હાલ જે બોયફ્રેન્ડ છે તે હાલ વિદેશ ગયો હોવાની ચર્ચા  છે.

(5:18 pm IST)