Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ગાંધીનગરના સે-2માં અમેરિકા ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 10 હજારની મતા ચોરી છૂમંતર.....

ગાંધીનગર :  શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોટ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના સેક્ટર-૨ડીમાં રહેતો પરિવાર અમેરિકા ગયો હતો તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવીને બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાંથી ૧૦ હજાર રૃપિયા ચોરી લીધા હતા આ મામલે તેમની ભત્રીજીએ સેક્ટર-૭ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૃ કરી છે.

ગાંધીનગરમાં થોડા સમયથી ઘરફોટ ચોરીના બનાવોએ માથુ ઉંચક્યું છે ખાસ કરીને તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રહ્યા છે ત્યારે શહેરના સેક્ટર-૨ડી પ્લોટ નંબર ૧૦૦૫-૨ને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું આ અંગે કુડાસણમાં રહેતા નૈસર્ગીબેને ખત્રીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મોટાબાપા મહેશભાઇ ભોગીલાલ દાનેચ આ મકાનમાં રહેતા હતા અને ગત માર્ચ મહિનામાં પરિવાર સાથે અમેરિકા ગયા છે આ મકાનની ચાવી તેમની પાસે હોવાથી મકાનમાં જોવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ ચોરી કરી હોવાનો અંદાજ આવ્યો હતો. બારીની ગ્રીલ તોડીને પ્રવેશેલા તસ્કરોએ તિજારોમાંથી ૧૦ હજાર રૃપિયા રોકડાની સાથે અગત્યના ડોક્યુમેન્ટ પણ ચોરી લીધા હતા. આ મામલે હાલ તો સેક્ટર-૭ પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. 

(6:26 pm IST)