Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ઠાસરામાં નગર પાલિકાની નવી ટાંકીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો જથ્થો વેડફાયો

ઠાસરા : ઠાસરા નગર પાલીકાની નવી ટાંકીની પાઈપ લાઈન જુની જર્જરીત થયેલી ટાંકીને જમીન દોસ્ત કરતાં પાઈપ લાઈન તુટી જતાં નવી ટાંકી પાસેની પાઈપ લાઈનમાંથી છેલ્લા દસ દિવસથી હજારો, લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.

અત્યારે ઠાસરા નગરમાં ઘણાં વિસ્તારોમાં પીવાનું પાણી પાઈપ લાઈન મારફતે નગર પાલીકાના જોષી ફળીયા, સેનવા ઠાસરામાં પાણી પીવાનું મળતુ નથી.

આ ટાંકી પાસે મોટો ભુર્ગભ ટાંકો આવેલ છે. એ ટાંકામાંથી બહેનો દોરડાથી પાણી ખેંચીને ભરે છે. ઠાસરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની વચ્ચે આવેલી જુની ટાંકી જર્જરીત થયેલી તોડી નાખવામાં આવતા જી.સી.બી મશીનથી પીવાની પાણીની પાઈપ લાઈન તુટી જવા પામતાં પાણી પીવાનું વેડફાઈ રહ્યું છે. છતાં તુટેલી પાઈપ લાઈનો રીપેરીંગ કરવાની કોઈ તજવીજ નગર પાલીકા ઠાસરા તંત્ર કરતું નથી.ઠાસરા નગરના ઘણા વિસ્તારોમાં ઠેરઠેર પાણી પીવાનું મળતુ નથી. અને જ્યાં મળે ચે ત્યાં ડહોળુ પાણી કચરા વાળુ પાણી મળે છે. એટલે નગરજનો પીવાનું પાણી પ્રાઈવેટ જગનું વેચાતુ પાણી લાવીને પીવે છે. નગર પાલીકામાં પાણીનો વેશે ભરવા છતાં ડહોળુ પાણી આવતું હોવાથી વેચાતું પાણી લાવવાની ફરજ થઈ પડે છે. નગર પાલીકાના વોર્ડ નં.૩માં આશરે ૨૦થી ૨૫ કુટુંબો રહે છે. જેની સંખ્યા નાના મોટા ૧૫૦થી વધુ જન સંખ્યા છે. એવા નારામાલજી ફળીયામાં પીવાના પાણીની છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. બોર બનાવાયો પણ પાણી આવતુ નથી આ વિસ્તારમાં બોર હોવા છતાં નળ કનેકશન નાખવામાં આવેલ નથી અને બોરમાંથી રહીશોના પોતાના નળ કનેકશનમાં નળ નાખવામાં આવેલ તેથી બોરનું પાણી ચાલુ થાય તે તમામ પાણીનો દુર ઉપયોગ થાય છે. જેથી સત્વરે તપાસ કરી સદર વિસ્તારમાં બોરના નવા કનેકશનોની કામગીરી કરવા માટે વોર્ડ નં.૩ના નારા માલજી ફળીયાના જાગૃત નાગરીકે લેખીતમાં ઠાસરા નગર પાલીકાના પ્રમુખશ્રી ચીરૂ ઓફીસરને તા. ૨૩-૫-૨૦૨૨ના દિને લેખીત અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી નગર પાલીકા પ્રમુખ કે ચીરૂ ઓફીસરે અરજીનો અમલ કર્યો નથી.

(6:29 pm IST)