Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સુરતના અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 11 શકુનિઓની ધરપકડ કરી

સુરત: અડાજણના મહાલક્ષ્મી મંદિર નજીક રાજ પેલેસ રેસીડન્સીના સ્વર્ગ એપાર્ટમેન્ટમાં દરોડા પાડી પોલીસે 11 જુગારીને ઝડપી પાડી રોકડ અને 14 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 5.11 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે બાતમીના આધારે અડાજણના મહાલક્ષ્મી મંદિરની ગલીમાં રાજ પેલેસ રેસીડન્સીના સ્વર્ગ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. એ/202 માં દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા કલ્પેશ રાજેશ લાકડાવાલા (રહે. શીવ પાર્ક સોસાયટી, આનંદ મહલ રોડ, અડાજણ), વોટર પ્રફુીંગનો ધંધો કરતા રોશન અરૂણ નાયક (રહે. માહ્યાવંશી મહોલ્લો, અડાજણ), હાર્દિકસિંહ નિખિલસિંહ પરમાર (રહે. હેપ્પી હોમ એપાર્ટમેન્ટ, રાંદેર રોડ), હાર્દિક જયંતિ પટેલ (ઉ.વ. 35 રહે. મોટી ફળી, મોરાભાગળ), હેમંત બિપીનચંદ્ર શાહ (રહે. આનંદ નગર સોસાયટી, મોરાભાગળ), નિમેશ છગન પટેલ (રહે. અલ્પેશ નગર સોસાયટી, પાલનપુર જકાતનાકા રોડ), જેનીશ યશવંત દુધવાલા (રહે. આનંદ એપાર્ટમેન્ટ, તાડવાડી, રાંદેર રોડ), પ્રતીક વિજય પટેલ (રહે. જલારામ સોસાયટી, જહાંગીરપુરા), ભાવેશ પ્રકાશચંદ્ર છાશવાલા (રહે. મુક્તાનંદ નગર સોસાયટી, અડાજણ), સ્નેહલ વિજય પટેલ (રહે. ધનુબેનની ચાલ, મોરાભાગળ) અને પ્રતીક મોહન પટેલ (રહે. સ્વાગત એપાર્ટમેન્ટ, આનંદ મહલ રોડ, અડાજણ) ને ઝડપી પાડયા હતા. આ તમામની અંગ જડતી અને દાવ પરના રોકડા રૂ. 1.79 લાખ, 14 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 5.11 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

(6:29 pm IST)