Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સુરત:પુણા વિસ્તારની શ્રમજીવી પરિવારની દીકરીમનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત:ગત્ એપ્રિલ માસ દરમિયાન પુણા વિસ્તારની શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકીનું બદકામના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યા બાદ હત્યા કરનાર મધ્યપ્રદેશના આરોપી યુવાન વિરુધ્ધની કેસ કાર્યવાહીમાં આરોપીના બચાવપક્ષે તથા સરકારપક્ષે પોતાની દલીલો પુરી કરતાં ંએડીશ્નલ સેશન્સ જજ ડી.પી.ગોહિલે સંભવિત ચુકાદો આગામી તા.28મી જુન સુધી મુલત્વી રાખી છે.

પુણા પોલીસ મથકની હદમાં ગઈ તા.13મી એપ્રિલના રોજ સીતાનગર ચોકડી તરફ જતા  ઓવર બ્રિજ નીચે સુતેલા  કડીયાકામ કરવા આવેલા શ્રમજીવી પરિવારની માત્ર ત્રણ વર્ષની બાળકીને મૂળ મધ્યપ્રદેશના વતની 31 વર્ષીય રામપ્રસાદ ઉર્ફે લલનસિંગ મહેશ સિંગે બદકામના ઈરાદે અપરહરણ કર્યું હતુ.આરોપીએ નિદ્રાધીન બાળકીને પોતાના ખભે ઉપાીડીને પુણાગામ ભૈયાનગર સેવનસ્ટાર સ્કુલ પાસે આવતાં બાળકી જાગી જતાં રડવા લાગી હતી.જેથી આરોપીએ તેનું ગળુ અને મોઢું દબાવીને ઓપન પ્લોટના ખાડામાં બાળકીને પછાડીને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી હત્યા કર્યા બાદ લાશને ખાડામાં દાટીને પુરાવાનો નાશ કર્યો હતો.જેથી શ્રમજીવી પરિવારના મોભીએ નોંધાવેલી ફરિયાદના આધારે પુણા પોલીસે  સીસીટીવી ફુટેજ પરથી આરોપી રામપ્રસાદને ગેઈટ એનાલીસીસના આધારે ઝડપી રિમાન્ડ મેળવ્યા બાદ જેલભેગો કર્યો હતો.

પુણા પોલીસે આરોપીને માસુમ બાળકીના અપહરણ,દુષ્કર્મ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી હત્યા બાદ પુરાવાનો નાશ કરવા તથા પોક્સો એક્ટના ભંગના ગુનામાં આરોપી રામપ્રસાદ વિરુધ્ધ માત્ર 15 દિવસમાં ચાર્જશીટ  રજુ કરી દીધું હતુ.જેથી સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ પણ આરોપી વિરુધ્ધ કુલ ૫૫ સાક્ષીઓ સાથે દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ રજુ કરીને ચાર્જશીટ બાદ ચાર્જ ફ્રેમ કરીને સ્પીડી ટ્રાયલ ચલાવી વિના વિલંબે કેસ કાર્યવાહી ઝડપથી હાથ ધરવાની કવાયત હાથ ધરી હતી.

(6:30 pm IST)