Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૨૪૦ લાખના ખર્ચે નવનિર્મિત વિરમગામ તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરાશે

૧૬ જુન ૨૦૨૨ને ગૂરૂવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના નેતાઓ વિરમગામના મહેમાન બનશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના રૂપીયા ૨૪૦ લાખના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. ૧૬ જુન ૨૦૨૨ને ગૂરૂવારના રોજ આયોજિત કાર્યક્રમના અધ્યક્ષ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રેરક ઉપસ્થિતી કેન્દ્રીય મંત્રી, મહિલા અને બાળ વિકાસ(રાજ્યકક્ષા) ડો.મહેન્દ્રભાઇ મુંજપુરા, મુખ્ય મહેમાન મંત્રી, શ્રમ રોજગારપંચાયત વિભાગ (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (રાજ્યકક્ષા) બ્રિજેશભાઇ મેરજા, અતિથિ વિશેષ સર્વે ધારાસભ્ય અમદાવાદ ગ્રામ્ય ઉપસ્થિત રહેશે

(6:47 pm IST)