Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

માર્ગ અને મકાન વિભાગ દ્વારા માળીયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટિયા રોડ મંજુર કરાવતા : કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

રૂ. ૧૧૫ કરોડના ખર્ચે માળીયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટિયા રોડ કોસ્ટલ હાઈવે ૩૨.૪૩ કી.મી.નો રોડને મળી સૈદ્ધાંતિક મંજુરી : કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

અમદાવાદ :કૃષિ મંત્રી રાઘવજીભાઈ  પટેલે જણાવ્યુ છે કે,જામનગર(ગ્રામ્ય) વિધાનસભાના જોડિયા અને જામનગર ગ્રામ્ય તાલુકાના જોડિયા અને જામનગર ગ્રામ્ય તાલુકાના માળીયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટિયા સુધીનો કોસ્ટલ સ્ટેટ હાઈવે ૩૨.૪૩ કી.મી.નો રોડ અંદાજીત રૂ.૧૧૫ કરોડના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
મંત્રીએ ઉમેર્યુ કે,મંજુર થયેલ રોડમાં ૬.૧૦ મી માંથી ૧૦.૦૦ મી માળીયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટિયા સુધીનો રોડનું વાઈડનીંગ અને સ્ટ્રેન્ધનીંગની કામગીરી કરવામાં આવશે. આ માટે આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સબંધિત કાર્યપાલક ઈજનેરને સૂચના આપવામાં આવી છે.

મંત્રીશ્રીએ આ મંજુર થયેલ રોડ રસ્તા માટે જામનગર તેમજ જોડિયા તાલુકાના નાગરિકો વતી માર્ગ મકાન  મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

(7:30 pm IST)