Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અમદાવાદમાં કોમી એકતા સાથે રથયાત્રા નીકળે માટે પોલીસ દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

રથયાત્રાના રૂટ પરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં નાઈટ ક્રિકેટ મેચ :32 ટીમો વચ્ચે કાંટાની જંગ જોવાશે

અમદાવાદ :આ વર્ષે રથયાત્રામાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે, ક્રિકેટનું આયોજન તો ઠેર ઠેર થતું હોય છે પરંતુ આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખાસ એટલા માટે છે  કે આ મેચ હિન્દૂ મુસ્લિમ સમુદાય વચ્ચે એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.145મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે નીકળે તે માટે શહેર પોલીસ દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.રથયાત્રાના રૂટ પરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં આ નાઈટ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 32 ટીમો વચ્ચે કાંટાની જંગ જોવા મળશે

કોમી એકતા જળવાઈ રહે તે માટે આયોજિત થયેલી આ મેચમાં આજે શહેર પોલીસ કમિશનર, મહંત દિલીપ દાસજી, જગન્નાથ મંદિરના ટ્રસ્ટ મહેન્દ્ર ઝા અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર સહિતના પદાધિકારીઓ પણ જોડાયા છે..આ મેચ ને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે..અમદાવાદના શહેર કોટડા, રખિયાલ, ખાડીયા સરસપુર, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં આ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે.

જુલાઈ 2022 ના રોજ 145 મી વખત રથયાત્રા શહેરની પરિક્રમા એ નીકળશે. જો કે આ મોબાઈલ – લેપટોપ અને ટેકનોલોજીના યુગમાં એક જ ગલી – મહોલ્લા કે શેરીમાં રહેતા લોકો એકબીજાને ઓળખતા નથી. જેથી વિસ્તારના લોકો એકબીજાને ઓળખતા થાય તેમજ કોમી એકતાનું વાતાવરણ જઈવાઈ રહે તે હેતુથી શહેર પોલીસે ચાલુ વર્ષે બંને કોમના લોકો વચ્ચે ક્રિકેટ ટુનામેન્ટ યોજવાનું નક્કી કર્યુ હતુ.15 જૂનથી આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થશે. જેમાં બંને કોમના લોકોને કુલ 32 ટીમ ભાગ લેશે. સરસપુર ખાતે બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોજ સાંજે 4 વાગ્યાથી 12 ઓવરની ક્રિકેટ મેચ રમાશે. જે 19 જૂન સુધી ચાલશે

. સૌથી મહત્વની વાત તો એ છે કે, કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી બંને કોમના લોકો વચ્ચે ક્રિકેટ મેચ રમાડવામાં શહેર પોલીસના આ નવતર પ્રયાસ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.એકતા કપની પહેલી મેચ 15 જૂન સાંજે 4 વાગ્યે રમાવવાની છે.

(10:23 pm IST)