Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

નર્મદા જિલ્લા AAP એ ગુજરાતના નાગરિકોને સસ્તી વીજળી પુરી પાડવા બાબતે કલેકટરને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સસ્તી વીજળી આપવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આપનાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને રાજ્ય સરકારે ઇરાદાપૂર્વક મારી નાખ્યા એટલકે વીજળી માટે રાજય ખાનગી વીજ ઉત્પાદન મથકો પર આશ્રિત થયું ગુજરાત સરકારના આંધળા ખાનગીકરણની ઊંચી કિંમત હાલ ગુજરાતના નાગરિકો બેવડી રીતે ભોગવી રહ્યા છે
જેમાં ખાનગી પાવર પ્લાન્ટ સાથે 2007 માં 25 વર્ષ સુધી વીજળી ખરીદવાના જે ફીક્સ ભાવ નક્કી કર્યા હતા તે ખાનગી પાવર પ્લાન્ટોના દબાણ હેઠળ આવીને ગુજરાત સરકારે રિવાઇઝરી આપ્યા . એને કારણે જ છે થોડાક જ વખતમાં ફ્યુઅલ સરચાર્જ વધતો ગયો જેમાં જોઈએ તો એપ્રિલ 2021 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 1,00 રૂપિયા હતો , જુલાઈ 2021 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 1.90 રૂપિયા થયો ઓક્ટોબર 2021 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2,00 રૂપિયા થયો , જાન્યુઆરી 2022 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.10 રૂપિયા થયો . માર્ચ 2022 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2:20 રૂપિયા થયો , એપ્રિલ 2022 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.30 રૂપિયા થયો , આમ સરકારની ભૂલનો ભોગ પુરી રીતે ગુજરાતની જનતા બની રહી છે
બીજું , ખાનગી પાવર પ્લાન્ટ કરાર મુજબ વીજળી પૂરી પાડવામાં વચ્ચે વચ્ચે આડોડાઈ કરી કૃત્રિમ અછત ઉભી કરે છે અને સરકાર ખુલ્લા બઝારમાંથી વીજળી ખરીદે એનો સીધો મતલબ છે કે રાજ્યની જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા, જનતા માટે દેવું વધી રહ્યું છે,આમ આદમી પાર્ટીની હાલ દિલ્હી અને પંજાબ માં સરકાર છે જે પોતાના નાગરિકોને 200 અને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપે છે એની સાથે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો પાસેથી ખુબ ઊંચા દરો વસુલ કરે છે.માટે આગમી દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાત , નાગરિકોની થઈ રહી ઊંઘાડી લૂંટ સામે આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી કાર્યક્રમો હાથ ધરવા જય રહી છે.આપની પાસે રાજાના મુખ્યમંત્રી છરીકે આવા આદમી પાર્ટી - ગુજરાતની માગણી છે કેગુજરાતના નાગરિકોને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(10:49 pm IST)