Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

નર્મદા જિલ્લા ભારતીય કિસાન સંઘે સમાન વીજ દર લાગુ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કિસાન સંઘનાં હોદેદારો દ્વારા આજરોજ સમાન વીજ દર લાગુ કરવાની માંગ સાથે નાંદોદ તાલુકા મામલતદાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી
આવેદનમાં જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે જેમાં બંન્નેના વિજદરમાં તફાવત છે જેથી વિજ મીટર આધારીત ખેડૂતોને નુક્શાની જાય છે માટે  મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વિજ પુરવઠો આપી સમાનતા લાવવા આ આવેદન સરકાર સુધી પાહોચડવા અને એમને આ બાબતે ન્યાય અપાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

(10:58 pm IST)