Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

રાજ્યની 50 ITI માં ડ્રોન નાં નવા કોર્ષનો સમાંવેશ થશે જેમાં રાજપીપળા ITI નો પણ સમાવેશ થઈ શકે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્યની આઈટીઆઈમાં ડ્રોન કોર્ષ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે . રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યની 50 ITI માં ડ્રોન કોર્સનો પ્રારંભ કરવામાં આવશે .જેને પગલે દરેક ITI ખાતે બે ડ્રોન આપી વિદ્યાર્થીઓને ડ્રોન અંગેની તાલીમ આપવામાં આવશે આ કોર્ષમાં ખેતી ,પોલીસ સર્વેલન્સ , ડિઝાસ્ટરને લગતી કામગીરી કરી શકશે જોકે હાલમાં સરકાર દ્વારા 50 ITI માં આ કોર્ષ શરૂ થશે જેમાં નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલી ITI નો પણ સમાવેશ થશે તેમ શૂત્રો દ્વારા જાણવા મળ્યું છે

 સૂત્રોનાં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લાનો એસ્પીરેશનલ જિલ્લામાં સમાવેશ હોવાના કારણે આપણા જિલ્લામાં આ તક મળશે.ત્યારે આ માટે રાજપીપળા ITI નાં શિક્ષક ની તાલીમ પણ શરૂ થઈ હોય આવનારા સમય માં રાજપીપળા ITI માં ડ્રોન નાં આ નવા કોર્ષ નો સમાવેશ થઈ શકે છે

(11:02 pm IST)