Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

બનાસકાંઠા કલેક્ટરનું જાહેરનામું, જાહેર સ્થળોએ માસ્ક નહિ પહેરનારને હવે રૂ.1000નો દંડ થશે

જાહેર જગ્યા અને સ્થળો પર 15થી 30 જૂન સુધી માસ્ક ફરજીયાત

અમદાવાદ : રાજ્યમાં વધતા કોરોનાના કારણે બનાસકાંઠામાં મહત્વનો નિર્ણય  લેવાયો  છે. બનાસકાંઠામાં હવે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.કોરોના સંક્રમણને લઇ બનાસકાંઠા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.બનાસકાંઠામાં જાહેર જગ્યા અને સ્થળો પર 15થી 30 જૂન સુધી માસ્ક ફરજીયાત કરાયુ છે. જો કોઈ માસ્ક વગર જાહેર સ્થળોએ પકડાશે તો  રૂ.1000નો દંડ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

(12:22 am IST)