Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી

જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર અને પાટણ, બનસકાંઠા, ડીસામાં વરસાદ થવાની શક્યતા

અમદાવાદ : રાજયમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની વકી છે. તો જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જામનગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તો પાટણ, બનસકાંઠા, ડીસામાં પણ વરસાદ થવાની શક્યતા છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજરોજ અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

(12:52 am IST)