Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

અમદાવાદ:સાબરકાંઠા જિલ્લામાં રેલવે મારફતે ખેડૂતોને રાસાયણિક ખાતર આપવામાં આવશે

અમદાવાદ:છેલ્લા ઘણા વર્ષોથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અસંખ્ય ખેડૂતોને રાસાયણીક ખાતર માટે મહેસાણામાં આવેલા રેલ્વેના રેક પોઈન્ટ પર આધાર રાખવો પડતો હતો જેને લઈને ખેડૂતોને સમયસર ખાતર મળી શકતુ ન હતું.  જિલ્લાના રાજકારણીઓએ કેન્દ્ર સરકારમાં અનેક વખત કરાયેલી રજુઆત બાદ હિંમતનગરમાં બ્રોડગેજ રેલ્વે લાઈનના વિસ્તૃતિકરણની સાથે ખાતર માટે અલાયદો રેક પોઈન્ટ બનાવવા માટે કરેલી માંગણી બાદ તે તૈયાર કરાયો છે. જ્યા શુક્રવારે પ્રથમ વખત કૃભકો ધ્વારા અંદાજે ૩ હજાર મેટ્રીક ટન (૬૭૦૦૦ બોરી) યુરીયા ખાતરનો જથ્થો ભરેલી માલગાડી હિંમતનગર આવી પહોચી હતી. સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં લાખ્ખો પરીવારો ખેતી આધારીત હોવાને કારણે તેઓ શીયાળુઉનાળુ અને ચોમાસુ ખેતી કરે છે ત્યારે પાકના વિકાસ માટે મોટાભાગના તમામ ખેડૂતો રાસાયણીક ખાતરનો વપરાશ કરે તે સ્વાભાવિક છે. પરંતુ ઘણી વખત ખેતીની સિઝન દરમિયાન યુરીયાડીએપી તથા અન્ય પોષક ખાતરોની અછત સર્જાતી હોવાથી ખેડૂતોને કાળાબજારમાં ખાતર ખરીદવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવુ પડતુ હતું. દરમિયાન વર્ષોથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખાતરનો જથ્થો મહેસાણા ખાતે આવેલા રેલ્વેના રેક પોઈન્ટ પરથી ટ્રક મારફતે લવાતો હતો જેથી ખેડૂતોને  મુશ્કેલી વેઠવી પડતી હતી.

(2:39 pm IST)