Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

SGVP જોગી સ્વામી હોલિસ્ટીક હોસ્પિટલની ઐતિહાસિક અનેરી સિદ્ધિ

એકજ દિવસમાં ૧૧ માઇક્રોપ્લાસ્ટી સર્જરી કરનાર ડો. કાર્તિક શુક્લનું બહુમાન

અમદાવાદ તા 13  દર મહિને ૮૦ થી ૧૦૦ જેટલી માઇક્રોપ્લાસ્ટી સર્જરી કરનાર ગુજરાતની એક માત્ર હોસ્પિટલ, શ્રી જોગી સ્વામી હોલિસ્ટીક હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં સેવા કરનાર ડૉ. કાર્તિક શુક્લ કે જેઓ SGVP હોલિસ્ટીક હોસ્પિટલના ઓર્થોપેડિક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ શસ્ત્રક્રિયાના વડા છે.

તેઓએ માત્ર ૧ દિવસમા ૧૧ દર્દીઓને સફળતાપૂર્વક માઇકોપ્લાસ્ટી સર્જરી કરીને દર્દીને હાલતા ચાલતા કરી દીધા છે.

2006 થી2014 સુધી કરેલી અઢળક ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરીના આંતરિક મનોબળના પરિપાક રુપે ડો.કાર્તિક શુકલે માઇક્રો પ્લાસ્ટી સર્જરીનો વિક્રમ સ્થાપનાર ડો. કાર્તિક  શુક્લ માઉક્રો  પ્લાસ્ટીનો પાયો નાંખીને માત્ર આઠ વર્ષમા 4000 થી વધારે દર્દીઓને નવજીવન આપેલ છે.

માઇક્રોપ્લાસ્ટી સર્જરી કરનાર ડો. કાર્તિક શુક્લ પોતાના બહોળા અનુભવના આધારે એવુ દ્રઢ પણે  માને છે કે,આપણા ભારત દેશમા અમુક ચોક્કસવૈજ્ઞાનિક કારણોને લીધે ઢીંચણના ઘસારાનું પ્રમાણ ભલે વધૂ હોય પરંતુએજ કારણોના જવાબ રુપે 75 ટકા સાંધાનું સાવકુદરતી અનેઘસારા વિના હોવુંએ આશીર્વાદપણ છે.

કુદતના આ સંમતુલને સમજવું અને સાચવવું એ માઇક્રોપ્લાસ્ટી સર્જરીની મૂળભૂત વિચાર ધારા અને તેનું અભિન્ન અંગ છે.

   ભારતમાં સૌથી વધારે ને સાંધા પ્રત્યારોહનની આધુનિક પદ્ધત્તિ એટલે માઇક્રો-પ્લાસ્ટી સર્જરી.જે વૈશ્વિક સ્તરે એક જ સર્જન દ્વારા એક જ દિવસમાં એકજ સર્જન દ્વારા ૧૧ જેટલી માઇક્રોપ્લાસ્ટી સર્જરી કરવી એ વિક્રમજનક ઐતિહાસિક ઘટના છે.

માઇક્રોપ્લાસ્ટી કરાવનાર દર્દી એક જ દિવસમાં હાલતો ચાલતો થઇ જાય છે. કોઇ પણની મદદ વિના હરીફ રી શકે છે. વળી ઓપરેશન કર્યા બાદ  દર્દીને કોઇ પણ જાતની પીડા ન થાયતેની તકેદારી ના ભાગ રુપેએનેસ્થેટિસ્ટ ડોક્ટર કરકલ્પેશ ગોકલાણી અને તેમની ટીમ સોનોગ્રાફી

ગાઇડેડ સેફેનસ નર્વ બ્લોક પધ્ધત્તિનો ઉપયોગ કરે છે.જેથી દર્દી પીડા વગર એજ દિવસે ઉભા થઇ શકે છે.તથા એક બે દિવસમાં બધી ક્ર્રિયા કરતા થઇ શકેછે.. SGVP હોલિસ્ટીક હોસ્પિટલ માટે ઐતિહાસિક અનેરી સિદ્ધિ છે.

        હોસ્પિટલના ચીફ ઓપરેટીંગ ઓફિસર ડો.  હિરેન કસવાલા એ ડો. કાર્તિક શુકલને બિરદાવ્યા હતા. વિદેશયાત્રા કરી રહેલ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ અને હોસ્પિટલ સંચાલક ભકતવત્સલદાસજી સ્વામીએ ડો. કાર્તિકભાઇને આશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા.

.                                                                     -----કનુભગત

(12:20 pm IST)