Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આ વર્ષે અરવલ્લીમાઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે તિરંગો લહેરાવ્યોઃ હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા પણ કરાઈ

અમદાવાદ :ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આ વર્ષે અરવલ્લીમાં કરાઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અરવલ્લીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પહેલીવાર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અરવલ્લીમાં કરાઈ હતી. તો હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા પણ કરાઈ. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઓરેન્જ કલરની પાઘડી પહેરીને દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. ધ્વજવંદન બાદ વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરાયા. 

તમામ નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવીને વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ છે. ગુજરાત માટે ગર્વની વાત છે કે આઝાદીનુ નેતૃત્વ ગુજરાતના બે સપૂત ગાંધીજી અને સરદાર પટેલે લીધુ હતું.  

સ્વતંત્રતા દિવસે સંબોધનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. તેના બાદ કહ્યું કે, ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવીને વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ છે. ગુજરાત માટે ગર્વની વાત છે કે આઝાદીનુ નેતૃત્વ ગુજરાતના બે સપૂત ગાંધીજી અને સરદાર પટેલે લીધુ હતું. આઝાદીની લડાઈ 90 વર્ષ ચાલી. અનેક લડવૈયાઓએ અંગ્રેજ હકુમતમાં ગાબડા પાડ્યા હતા. સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહથી અંગ્રેજોને પડકાર્યા હતા. આઝાદી બાદ દેશને એક તાંતણે સરદાર પટેલે બાંધ્યા. પીએમ મોદીએ 75 સપ્તાહ સુધી આઝાદીના 75 વર્ષની ઉજવણીનું આહ્વાન કર્યું. દેશનાં કરોડો લોકો આ અભિયાનમાં જોડાયા. દેશનાં વિઝનરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે.  ગાંધીજી અને સરદાર પટેલ બાદ ગુજરાતના આ ત્રીજા સપૂતે દેશને અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતને દેશનું મોડલ રાજ્ય તેમણે બનાવ્યું અને અમારી ટીમ એ જ રસ્તે આગળ વધી રહી છે

(12:57 pm IST)