Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

વડોદરાના સનફાર્મા રોડ પર ધમધમતા જુગારધામ પર પોલીસે ઓચિંતાના દરોડા પાડતા 11 ઝડપાયા

વડોદરા: સનફાર્મા રોડ પર ચાલતા જુગારધામ પર જે.પી.રોડ પોલીસે રેડ પાડીને ૧.૫૬  લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

જે.પી.રોડ પોલીસે મળેલી માહિતીના આધારે સનફાર્મા રોડ  પર આસ્થા વાટિકા સોસાયટીના ફ્લેટમાં રહેતો શિવપ્રસાદ મિત્રલાલ  બસીયાલ પોતાના ઘરે લોકોેને બોલાવીને જુગાર રમાડે છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ  પાડીને (૧) શિવપ્રસાદ (૨)ચેટ બહાદુર બિસ્ટર દુર્ગા બહાદુર બિસ્ટ (રહે.મલહાર પોઇન્ટ, દુલા ક્લાસિસની નીચે) (૩) દિલબહાદુર કાશીરામ સુનાર  (૪)દયારામ  દેવીરામ સોની (બંને રહે.પુષ્પમ ટેનામેન્ટ,ગોત્રી) (૫) વિનોદ ગોપાલભાઇ સાહુ (રહે.કિશનવાડી) (૬) ઓકીલ ગોકુલભાઇ બિસ્ટ (રહે.જવાહર નગર સોસાયટી,ઘડિયાળ સર્કલ પાસે ) (૭)રજનીકાંત રમણભાઇ તડવી (રહે.હીરાબા નગર, વાઘોડિયારોડ) (૮) ભરત ટેકબહાદુર શાહુ (રહે.કિશનવાડી) (૯) દિપકસીંગ દુર્ગાસીંગ થાપા (રહે.ગુલાબી વુડાના મકાનમાં  , સનફાર્મા રોડ) અને (૧૦) નિમરાજ હેમંતભાઇ બિસ્ટ  અને (૧૧) રાજુ હેમંતભાઇ બિસ્ટ (બંને રહે.ખોડિયાર નગર,સરદાર એસ્ટેટની બાજુમાં )ને ઝડપી પાડી  રોકડા ૪૦,૨૦૦  સહિત કુલ રૃપિયા ૧.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

(1:24 pm IST)