Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રાજપીપળા નગરપાલિકા ખાતે પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના હસ્તે ધ્વજ વંદન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નગરપાલિકાના પટાંગણમાં આજે સવારે નવ કલાકે નગર પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ ધ્વજારોહણ કાર્યક્રમમાં મુખ્ય અધિકારી રાંહુલદેવ ઢોડિયા સહિત નગરપાલિકાના તમામ સદસ્યો,કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલે આ તબક્કે તમામ નગરજનો,સદસ્યો અને કમચરીઓ નો હર ઘર તિરંગા અભિયાનમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરી શહેરમાં ચાલતા વિકાસના કામો અને થનારાં કામો બાબતે માહિતી આપી નગરજનો માટે પાલિકા અનેક વિકાસના કામો કરી ઘણી સવલતો આપશે તેમ જણાવ્યું હતું .

(10:13 pm IST)