Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

કરજણ ડેમ પર ફરવા આવેલા પાલેજ ગામના મિત્રોની કારનાં કાચ તોડી સામાન અને રોકડની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નજીક આવેલા કરજણ ડેમ તરફ ફરવા આવેલાં મિત્રોની કારના કાચ તોડી અજાણ્યા શખ્શોએ ચોરી કરતા આ બાબતે રાજપીપળા પોલીસને જાણ કરાઇ છે
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ગામના અખતર હાકિદ પટેલનાં જણાવ્યા મુજબ તેઓ તેમના અન્ય મિત્રો સાથે કરજણ ડેમ સાઈટ તરફ ફરવા આવ્યા હતા અને ત્યાં કુદરતી નજારો જોઈ ફોટોગ્રાફી કરતા હતા ત્યારે તેમની કાર GJ.16 DN.6269 અને GJ.16.BK. 2343 ગાડીનાં કાચ કોઈ અજાણ્યા શખ્શોએ તોડી નાંખી અંદર મુકેલી રોકડ રકમ, કપડાં અને ઓરિજીનલ ડોક્યુમેન્ટ સહિતનો સામાન ચોરી કરી લઇ જતા અમે આ બાબતે રાજપીપળા પોલીસમાં જાણ કરી છે .પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી કરી છે
અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ પણ પોઇચા નર્મદા નદી કિનારે અને અન્ય સ્થળો પર અજાણ્યા ઈસમો એ આ પ્રકારે પ્રવાસીઓનાં સામાન ની ચોરી કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે ત્યારે આવા તત્વો ને ઝબ્બે કરી જેલ ભેગા કરવા જોઈએ જેથી પ્રવાસીઓ ફરવાની મઝા માણી શકે.

(10:14 pm IST)