Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રાજપીપળામાં મદરેસાના બાળકોએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રા કાઢી કોમી એકતાનો સંદેશ આપ્યો

રેલીમાં મદરેસાના બાળકોએ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા ગાન ગાઈને કોમી એકતા અને ભાઈચારાનાં દર્શન કરાવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર ભારતમાં સ્વતંત્ર પર્વની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં આખો દેશ હર ઘર તિરંગા અભિયાન ને સફળ બનાવવામાં જોતરાયું હોય જેમાં રાજપીપળાના કસ્બાવાડમાં આવેલા મદ્રસ્તુલ મદીના ફૈઝુલ ઇસ્લામ દાવતે ઇસ્લામી મદરેસાના બાળકોએ રાજપીપળાના કસ્બાવાડ થી હાથમાં તિરંગા સાથે રેલી કાઢી જે સ્ટેશન રોડ થઈને વડફળિયા ફરી કસ્બાવાડમાં પૂર્ણ કરવામાં આવી હતી આ રેલીમાં મદરેસાના બાળકો સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા ગાન ગાઈ દેશભક્તિ નાં રંગે રંગાયા હોય તેમ કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો આ રેલી મદરેસાના મુદ્દરિસ કારી હસ્સાન રઝાના આગેવાનીમાં દાવતે ઇસ્લામી તરફથી રેલી કાઢવામાં આવી હતી.

(10:16 pm IST)