Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં 1 થી 6 ઇંચ વરસાદ :માંગરોળમાં 6 ઇંચ અને કેશોદમાં 5 ઈંચ વરસ્યો

છેલ્લા બે કલાકમાં સૌથી વધુ સુરતના કામરેજમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ :ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં 1 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

 છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ માંગરોળમાં 6 ઇંચ અને કેશોદમાં 5 ઈંચ વરસાદ પડ્યો . જ્યારે છેલ્લા બે કલાકમાં સૌથી વધુ સુરતના કામરેજમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

(11:14 am IST)