Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં ૬ર તાલુકામાં ૧ થી ૬ ઇંચ વરસાદ : માંગરોળમાં ૬ ઇંચ અને કેશોદમાં પ ઇંચ વરસ્યો

છેલ્લા બે કલાકમાં સૌથી વધુ સુરતના કામરેજમાં દોઢ ઇંચ વરસાદ ખાબકયો

અમદાવાદ, તા. ૧પ : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨ તાલુકામાં ૧ થી ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ માંગરોળમાં ૬ ઇંચ અને કેશોદમાં ૫ ઈંચ વરસાદ પડ્યો . જ્યારે છેલ્લા બે કલાકમાં સૌથી વધુ સુરતના કામરેજમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

(4:04 pm IST)